મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
300 કરોડ નું ઓઇલ ચોરી કરનારને મુંબઇ એરપોર્ટથી ઝડપી પાડતી ગુજરાત એ.ટી.એસ.
News Jamnagar January 22, 2021
ગુજરાત
કરોડોની આંતરરાજ્ય ઓઇલ ચોરી કરનાર સંદીપ ગુપ્તાની મુંબઇ એરપોર્ટથી ધરપકડ કરતી ગુજરાત એ.ટી.એસ. ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં અગાઉ ૧૪ જેટલા ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડી અંદાજીત રૂ . ૩૦૦ કરોડની ઓઇલ ચોરી કરનાર આરોપી સંદીપ ગુપ્તાની ગુજરાત એ.ટી.એસ. દ્વારા મુંબઇ એરપોર્ટ પર દુબઇથી પરત આવતા ધરપકડ કરવમાં આવેલ છે .
ઉપરોકત આરોપી અગાઉ રાજસ્થાનના આબુ રોડ , બરહેડ , ખ્યાવર , હરયાણા , કોલકાતા વિગેરે ૧૪ જેટલી જગ્યાએ ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલ ચોરી કરતા પકડાયેલ છે . હાલમાં ગુજરાત એ.ટી.એસ.ને મળેલ બાતમી આધારે SOG મોરબી દ્વારા જુલાઇ ૨૦૨૦ માં ઓઇલ પંચર શોધી કાઢેલ , ઉપરોક્ત ગુન્હામાં સંદીપ ગુપ્તા વોંટેડ હતો હાલમાં ખેડાના વડાળા પાટીયા પાસે થયેલ ઓઇલ ચોરી પણ ઉપરોક્ત આરોપી એ કબુલેલ છે .
તે ઉપરાંત રાજસ્થાનના ખ્યાવર , બર , પશ્ચિમ બંગાળમાં કોલકાતા તથા વર્ધમાનનગર , બિહારના જમુઇ , તથા રોહતક , ગોહાના , ચિત્તોડગઢ ખાતે ના વિવિધ ઓઇલ ચેરીના ગુન્હામાં આ આરોપી સંદીપ ગુપ્તા વોંટેડ છે .
પ્રાથમીક પૂછપરછમાં જાણવા મળેલ કે સદર પકડાયેલ આરોપી સંદીપ ગુપ્તા ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરતા અગાઉ જ્યાંથી પાઇપલાઇન પસાર થતી હોય તેનાથી ૩૦૦-૪૦૦ મીટર દૂર સુધી આ પાઇપલાઇનમાં પંચર કરી પાઇપ એક્ષટેંડ કરતો હતો અને આવી જગ્યા પર ફેક્ટરી બનાવી ત્યાં ટૅકરોમાં ફુડ ઓઇલ ભરી તેની હેરા ફેરી કરતો હતો . આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024