મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
૯ ચોપડી ભણેલા યુવાને ૫૦થી વધુ બોગેશ લાઇસન્સ બનાવી વહેચી નાખ્યા.આંતરરાજ્ય ડુપ્લીકેટ લાયસન્સ કોભાંડ બહાર આવ્યું.
News Jamnagar January 23, 2021
દેવભૂમિ દ્વારકા.
અહેવાલ મમદ ચાકી.
દ્વારકા નાં ૯ ધોરણ પાસ યુવાને ૫૦થી વધુ બોગેશ લાઇસન્સ બનાવી રૂ ૩૦૦૦/૪૦૦૦ હજારમાં વહેચી નાખ્યા.
આર.ટી.ઓ. ના અસલી લાઇસન્સ જેવા જ ડુપ્લીકેટ લાયસન્સ ને જોઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસ. ઓ.જી.ટીમ પણ વિસ્મય માં પડી ગઈ હતી. પ્રથમ નજરે અસલી લાગતાં આ ડુપ્લીકેટ લાયસન્સ ને ઓનલાઈન સર્ચ કરવામાં આવતા આંતરરાજ્ય કોભાંડ બહાર આવ્યું.
દ્વારકા તાલુકાના બેટ દ્વારકા માં ૯,ઓખામાં ૮ ,સલાયામાં ૯, દ્વારકા માં ૫ જેટલા યુવાનોને છેતરી આવા ડુપ્લીકેટ લાયસન્સ કાઢી આપી પોતે આત્મ નિર્ભર બનવાનો પ્રયાસ કર્યો હતો
દ્વારકાના સુલતાન અયુબ સોઢા જે નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતો અને રૂપેણ બંદર ઉપર માછીમારી નો ધંધો કરતો હતો પરંતુ ધંધા માં બહુ ફાયદો નાં થતો હોવાથી રૂ કમાવવા ટૂંકો માર્ગ ની સોધમાં હતો તે દરમિયાન તે જન્મ થી અપગ હોવાથી લાઇસન્સ બનાવવા માટે પૂછતાછ કરતા તેનો સાળો રિઝવાન રસૂલ અંશારી જે ઝારખંડ રાજ્યમાં રહેતો હતો તેણે સુલતાનને માત્ર બે હજારમાં અસલ જેવું ડુપ્લીકેટ લાયસન્સ બનાવી ને મોકલી આપ્યું અને ત્યાં થી સુલતાને નવો વિચાર આવ્યો અને દ્વારકા નાં રૂપેણ બંદર ઉપર માછીમારી કરતા અભણ લોકોને ઘર બેઠા લાઇસન્સ કાઢી આપવાની લાલચ અને કોઈ પરીક્ષા નહિ નાં કોઈ ટ્રાઇ માત્ર ૩/૪ હજાર રૂપિયા આપો એટલે લાઇસન્સ બનાવી આપીને પોતાની પ્રાઇવેટ આર.ટી. ઓ.ઓફિસ ખોલી દ્વારકા તાલુકાના બેટ દ્વારકા માં ૯,ઓખામાં ૮ ,સલાયામાં ૯, દ્વારકા માં ૫ જેટલા યુવાનોને છેતરી આવા ડુપ્લીકેટ લાયસન્સ કાઢી આપી પોતે આત્મ નિર્ભર બનવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ માત્ર થોડા સમય માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ. ઓ.જી.ટીમ નાં સુરેશભાઈ ગઢવીને નજર આવી જતા આંતરરાજ્ય ડુપ્લીકેટ લાયસન્સ કોભાંડ બહાર આવ્યું.
આ આંતરરાજ્ય ડુપ્લીકેટ લાયસન્સ કોભાંડમાં હજુ વધુ આરોપીઓ સંડોવાયેલા છે જે આવતા દિવસોમાં તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવશે.
હાલમાં દ્વારકા નો સુલતાન અયુબ સોઢા દેવભૂમિ દ્વારકા એસ. ઓ.જી. ટીમ દ્વારા ધરપકડ કરીને દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.અને વધુ આરોપીની તપાસ હાથ ધરવામાં આવી છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024