મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આર્મી ભરતી રેલીના ઉમેદવારો માટે અગત્યની સૂચના.
News Jamnagar January 23, 2021
જામનગર
જામનગર તા. ૨૨ જાન્યુઆરી, મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, જામનગર દ્વારા જામનગર જીલ્લાના ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, આગામી આર્મી ભરતી રેલી-૨૦૨૧ સ્થળ-એન.ડી.એચ હાઇસ્કુલ ગ્રાઉન્ડ, દ્વારકા માટે જે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે, એમના ભરતી રેલી સમયે ફરજીયાત સાથે લાવવા માટેનું એડમીટ કાર્ડ (કોલ લેટર) આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ દ્વારા ઇસ્યુ થઇ ગયેલ છે.
આ ભરતી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ તમામ ઉમેદવારોએ પોતાના ઇ મેઇલમાં આવેલ એડમીટ કાર્ડ (કોલ લેટર) ડાઉનલોડ કરીને અચૂક પ્રિન્ટ કઢાવી લેવા જણાવવામાં આવે છે.
વધુમાં જામનગર જીલ્લાના આ ભરતી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, જામનગર જીલ્લા માટે ભરતીની તારીખ ૧૦-૦૨-૨૦૨૧ આવેલ છે. જેથી જામનગર જીલ્લાના આર્મી ભરતી રેલીમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોય તેવા ઉમેદવારોએ તા. ૦૯-૦૨-૨૦૨૧ના રાત્રે ૧૨.૦૦ વાગ્યે ભરતી રેલીના ગ્રાઉન્ડ પર અચૂક પહોંચવાનું રહેશે, જેની ખાસ નોંધ લેવા મદદનીશ નિયામક રોજગાર જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024