મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
RR સેલ નાબૂદ કરાઇ, પોલીસની વર્દી પર કેમેરો લાગશે
News Jamnagar January 23, 2021
રાજય
વિકાસની પ્રાથમિક શરત કાયદો અને વ્યવસ્થા છે. કાયદો અને વ્યવસ્થાનો કડક અમલ બનશે તો જ વિકાસ શક્ય બનતો હોય છે. રાજ્યના નાગરિકોને શાંતિ-સલામતીનો વધુને વધુ અહેસાસ થાય એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે. ભ્રષ્ટાચાર આચરનારા, ભૂમાફિયાઓ અને સમાજને રંજાડનારા ગુંડાઓને જેલના હવાલે કરવામાં આવશે. રાજ્યમાં પોલીસ વિભાગમાં આર.આર.સેલ બંધ કરવામાં આવશે.
આર.આર.સેલ નાબુદ, SPને વધુ સત્તા આપવામાં આવશે : CM વિજયભાઈ રૂપાણી.
ભષ્ટ્રાચાર નાબૂદી માટે એ.સી.બી.ને વધુ મજબૂત બનાવવા ટેકનોલોજીકલ અપગ્રેડેશન કરાશે. ACBમાં ફોરેન્સિક એડવાઇઝર અને ચાર્ટર્ડ એકાઉન્ટની મદદથી ઇન્વેસ્ટીગેશન કરતું એક માત્ર રાજ્ય ગુજરાત છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 605 અરજી આવી. 16 FIR કરી 34 ભૂમાફિયાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. ગુજસીટોક એક્ટના કાયદા હેઠળ 11 કેસ કરી 100થી વધુ આરોપી જેલને હવાલે.
મુખ્યમંત્રીએ આરઆર સેલ નાબૂદ કરવાની જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતમાંથી આરઆર સેલ નાબૂદ કરવામાં આવ્યો છે. 1995થી રેપિડ રિસ્પોન્સ સેલ અસ્તિત્વમાં હતો. રેન્જ IG કે DIG હેઠળ આરઆર સેલ કામ કરતો હતો. ત્યારે હવે SPને વધુ સત્તા આપવામાં આવશે. રાજ્યમાં તમામ કામગીરીને પારદર્શી બનાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે. સાથે જ રાજ્યના પોલીસકર્મીઓના યુનિફોર્મમાં બોડીકેમ લગાવાશે. PI, PSIના ડ્રેસમાં કેમેરા લગાવવામાં આવશે. જેનાથી તેમનો પબ્લિક સાથેનો વહેવાર સીધી રીતે જોઈ શકાય છે. કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે. રક્ષક જ ભક્ષક બને તેવુ હવેથી રાજ્યમાં નહિ ચલાવી લેવામાં આવે.
ઇન્ફર્મેશન ટેકનોલોજીનો વ્યાપ વધારી દેવામાં આવશે. સ્માર્ટફોન આવ્યો ત્યારથી સાયબર પોલીસ સ્ટેશન ચાલુ છે. તમામ જિલ્લામાં પોલીસ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે. આવનારા બજેટમાં જોગવાઈ થઈ શકે છે. સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કર્યું છે.
રાજ્ય સરકાર દ્વારા એન્ટિ કરપ્શન બ્યૂરોને ભૂમાફિયા, લાંચિયા, ટપોરી જેવા તત્વોને ઝડપી પાડવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે. આજે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ACBના વડા કેશવકુમારે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે. જેમાં તેમણે વિશેષ માહિતી આપી છે. આ પ્રેસ કૉન્ફરન્સમાં સીએમ રૂપાણી, મહેસુલ સચિવ પકંજ કુમાર, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, રાજ્યના ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા કરપ્શન અંગે જે રેપિડ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે આજે રૂપાણી સરકારની કામગીરીને બિરાદવતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. એસીબીના વડા કેશવકુમાર અને મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે માહિતી આપી હતી.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024