મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
1 ફેબ્રુઆરી થી ધો.9-11નું શૈક્ષણિક કાર્ય અને ટયુશન કલાસીસો શરૂ કરવા મંજૂરી શિક્ષણમંત્રી ચુડાસમા .
News Jamnagar January 27, 2021
રાજય સરકારની કેબીનેટની બેઠકમાં લેવાયો નિર્ણય : મોનીટરીંગ યોગ્ય રીતે થાય તે માટે ગોઠવાશે વ્યવસ્થા : શાળાઓ-ટયુશન કલાસીસના સંચાલકોએ કોવીડની ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે : હોસ્ટેલોની ઉપલબ્ધતા અંગેના રિપોર્ટ બાદ કોલેજોના પ્રથમ-દ્વીતીય વર્ષના વર્ગો શરૂ કરવા નિર્ણય : શિક્ષણમંત્રી ચુડાસમા.
ગાંધીનગર તા.27
રાજયમાં કોરોના વાયરસની મહામારીનું સંક્રમણ ઘટવાના પગલે અગાઉ માઘ્યમિક-ઉચ્ચતર માઘ્યમિક શાળાઓને ધો.10 અને 12ના વર્ગો શરૂ કરવા મંજૂરી અપાયા બાદ હવે આગામી તા.1 ફેબ્રુઆરીને સોમવારથી ધો.9 અને 11નું શિક્ષણકાર્ય શરૂ કરવા માટે આજે ગુજરાત સરકારની મળેલી બેઠકમાં બહાલી આપી દેવામાં આવી છે.
રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદમાં આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ધોરણ 9 અને 11 નું શિક્ષણકાર્ય 1 ફેબ્રુઆરીથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અગાઉ ગત તા.11મીથી ધોરણ 10 અને 12 નું શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લીધો હતો.
જેના પગલે શાળાઓમાં વિદ્યાર્થીઓની શરૂઆતથી જ સંતોષકારક હાજરી જોવા મળી હતી એટલું જ નહીં ખૂબ જ મોટા પ્રમાણમાં વાલીઓએ શાળા સંચાલકોને સંમતિપત્રકો આપ્યા છે. ત્યારે હવે આગામી દિવસોમાં ધોરણ 9 અને 10 નું શિક્ષણ કાર્ય પણ પૂર્વવત અને સામાન્ય સ્થિતિમાં સંતોષકારક રીતે ચાલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી શરૂ થનારા ધોરણ 9 અને 11 ના શિક્ષણ કાર્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. જ્યારે ખાનગી ટ્યૂશન ક્લાસીસ શરૂ કરવા અંગે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયની વિગતો આપતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ટ્યુશન સંચાલકો ક્લાસિસ શરૂ કરી શકશે. એટલું જ નહીં સરકારની એસ ઓ પી નું પણ ચુસ્ત પાલન કરવું પડશે.
જોકે ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલક ગાઇડ લાઇનનો ભંગ કરે નહીં તે માટે મોનીટરીંગ કરવાની રાજ્ય સરકાર વ્યવસ્થા ગોઠવશે તેવી સ્પષ્ટતા શિક્ષણ મંત્રીએ કરી હતી. એટલું જ નહીં ધોરણ 9 -10 -11 અને 12ના શિક્ષણકાર્ય ની જેમ જ ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવાના રહેશે.
આ ઉપરાંત કોલેજમાં પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પૈકીના 15થી 20 ટકા વિદ્યાર્થીઓ સંખ્યા બહારગામ કે હોસ્ટેલમાં રહેતા હોય છે. પરંતુ રાજ્યમાં કોવિડ 19ની ઉભી થયેલી પરિસ્થિતિ દરમિયાન કેટલીક સમરસ અને ખાનગી હોસ્ટેલોમાં કોવિડના કેન્દ્રો બનાવાયા હતાં. જે હાલ સંપૂર્ણ ખાલી થઈ ગયા છે.
ત્યારે હવે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના સચિવ સમરસ અને ખાનગી હેસ્ટોલોની ઉપલબ્ધતા વર્તમાન સ્થિતિનો રિપોર્ટ મેળવશે અને તે રિપોર્ટ સરકારમાં આવ્યા બાદ ઉચ્ચ શિક્ષણ શરૂ કરવા અંગેની તારીખ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના સચિવ હોસ્ટેલોની રૂબરૂ મુલાકાત કરશે અને તમામ પાસાઓની ચકાસણી કરશે અને જે રિપોર્ટ સરકારને સુપ્રત કરશે તેના આધારે એફ.વાય અને એસવાય ના વર્ગો શરૂ કરવામાં આવશે તેવી સ્પષ્ટતા શિક્ષણ મંત્રી એ કરી છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025