મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અનુસંઘાને કલેકટર દ્વારા જામનગર જિલ્લામાં ચાર કરતા વઘારેે વ્યકિતઓની મંડળી ભરવા કે બોલાવવા પર તથા સરઘસ કાઢવા ૫ર પ્રતિબંઘ જાહેરનામુ પ્રસિઘ્ઘ કરાયું.
News Jamnagar January 28, 2021
જામનગર
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ -૧૪૪ હેઠળનું જાહેરનામું ગુજરાત રાજય ચૂંટણી આયોગ , ગાંધીનગર દવારા તા .૨૩ / ૦૧ / ૨૦૧૧ ની અખબારયાદી જાહેર કરવામાં આવી હતી રાજયની ૬ મહાનગરપાલીકાની સામાન્ય ચુંટણી .૨૧ / ૦૨ / ૨૦૨૧ તથા ૮૧ નગરપાલીકા , ૩૧ જિલ્લા પંચાયતો , ૨૩૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી અને અન્ય સ્વરાજયના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ પેટા ચુંટણી તા .૨૮ / ૦૨ / ૨૦૧૧ ના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવેલ છે .
જે અન્વયે મહાનગરપાલિકા , જિલ્લા / તાલુકા પંચાયત , નગરપાલિકાની સામાન્ય ચુંટણી -૨૦૨૧ તથા નગરપાલિકાની પેટા ચુંટણી –૨૦૨૧ નું મતદાન અનુક્રમે તા .૨૧ / ૦૨ / ૨૦૧૧ તથા તા .૨૮ / ૦ ર / ર ૦ ર ૧ ના રોજ યોજાનાર છે . તા .૨૩ / ૦૧ / ૨૦૧૧ થી મહાનગરપાલિકા , જામનગર વિસ્તારમાં , જિલ્લા / તાલુકા પંચાયત મતદાર મંડળ વિસ્તારમાં , સિકકા નગરપાલિકા વિસ્તાર તથા જામજોધપુર નગરપાલિકાના વોર્ડ નં .૭ ના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા લાગુ પડેલી છે . ચૂંટણી અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત | સંસ્થા દવારા ચુંટણી સંબંધી સભા , સરઘસ , રેલી કે તેવો કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે . આ ચુંટણીનું મતદાન મુકત , ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો રાજય ચૂંટણી આયોગનો અભિગમ રહેલો છે .
ચૂંટણી સંબંધી પ્રચાર માટે કે આવેદનપત્ર આપવાના હેતુથી કે દેખાવો યોજવાના હેતુથી જાહેર સ્થળોએ લોકો ટોળા સ્વરૂપે એકઠા કે પસાર થાય તો લોકોમાં ભયમુકત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાય નહી . આથી સમગ્ર જિલ્લામાં સુલેહ શાંતિ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પગલા લેવાનું ઉચિત જણાયેલ છે . જેથી હું , રાજેન્દ્ર સરવૈયા , અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ , જામનગર જિલ્લો જામનગર , ફોજદારી કાર્યરીતિ અધિનિયમ -૧૯૭૩ ની કલમ -૧૪૪ હેઠળ મને મળેલ સતાની રૂએ ફરમાવું છું કે ,
જામનગર જિલ્લામાં ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી કોઈએ ભરવી નહી કે બોલાવવી નહી કે સરઘસ કાઢવું નહી અને એકઠા થવું નહીં . વધુમાં આદેશ કરૂ છું કે આ હુકમ ચુંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ( તા .૦૫ / ૦૩ / ર ૦ ર ૧ સુધી ) અમલમાં રહેશે . આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ -૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે .
આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોસ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ ભારતના ફોજદારી અધિનિયમ –૧૮૬૦ ( ૪૫ માં અધિનિયમ ) ની કલમ -૧૮૮ અન્વયે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે . આ હુકમની જાહેરાત જામનગર જિલ્લાની હદમાં જાહેર જનતાને જાણ થાય તે રીતે સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોડીને તેમજ વર્તમાન પત્રો દવારા કરવી તથા ગુજરાત રાજયના અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધિ કરવી . આજ તા ૪ માહે જાન્યુઆરી -૨૦૨૧ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાડી બહાર પાડયું.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024