મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સાત વર્ષ થી લોકાર્પણ વિના ધૂળ ખાઈ રહી છે અદ્યતન શાક માર્કેટ.
News Jamnagar January 28, 2021
ખંભાળિયામાં લાખોના ખર્ચે બનેલ શાકમાર્કેટ હજુ પણ લોકર્પણની શોધમાં..વર્ષ 2013 માં 36 લાખના ખર્ચે બનેલ અદ્યતન શાકમાર્કેટનું લોકર્પણ કરતા જ નેતાઓ ભૂલી ગયા..?
ખંભાળીયામાં સાત વર્ષ પહેલા ૩૬ લાખને ખર્ચે બનેલ અદ્યતન શાક માર્કેટ લોકાર્પણ વિના ધૂળ ખાઈ રહી છે. જયારે શાકભાજીના ધંધાર્થીઓ રોડ પર ધંધો કરવા મજબુર બનતા જાય છે.
દેવભૂમિ દ્વારકા ( અહેવાલ.દેશુર ધમા ખંભાળિયા )
ખંભાળીયા તા.૨૭ : મેટ્રો શહેરોની જેમ હવે ખોબા જેવડા ખંભાળીયામાં પણ ટ્રાફિક માજા મૂકી રહ્યો છે. ઠેર – ઠેર રોડ રસ્તાઓ પર દબાણ , પાથરણા વાળા અને શાકભાજી વાળા ધંધા માટે બેઠા હોય છે. શાકભાજીના ધંધાર્થીઓને રોડ રસ્તાઓ પર ઠેર – ઠેર ધંધા માટે છુટા છવાયા ના રખડવું પડે અને નગરજનોને પણ એકજ જગ્યાએથી શાકભાજી મળી રહે તેવા હેતુથી વર્ષ ૨૦૧૩માં ખંભાળીયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રૂપિયા ૩૬ લાખને ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે શાકમાર્કેટ બનાવી હતી જે શાકમાર્કેટ તૈયાર થયાના ૭ વર્ષ જેટલો સમય વીતી ગયો છતાય હજુ સુધી શાક માર્કેટના તાળા જ ખુલ્યા નથી નવીનકોર શાક માર્કેટ બની ત્યારથી બંધ પડી છે. શાકભાજી ધંધાર્થીઓને રોડ રસ્તા અને શેરીઓમાં રજળપાટ કરવો પડે છે.
નગરજનોની સુવિધા અને ધંધાર્થીઓના સુખાકારીમાટે બનાવાયેલ આ માર્કેટનું હવે જો લોકાર્પણ થાય તો ગામમાં જૂની શાક માર્કેટ જવામાં લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે તેમાં પણ રાહત મળી શકે અને નગરજનો વેપારીઓને સુવિધા મળી શકે તેમ છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025