મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આર્મી ભરતી-૨૦૨૧માં ભાગ લેવા સૌરાષ્ટના અન્ય જીલ્લા અને કચ્છ-ભુજ ના ઉમેદવારો માટે ઉત્તમતક
News Jamnagar January 28, 2021
સીપોઇ ફાર્મા-આર્મી ભરતી-૨૦૨૧માં ભાગ લેવા ઉમેદવારોને જાણ માટે.
જામનગર તા. ૨૮ જાન્યુઆરી, મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી જામનગર દ્વારા જામનગર જીલ્લાના તેમજ સૌરાષ્ટના અન્ય જીલ્લા અને કચ્છ-ભુજના ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ જામનગર દ્વારા સીપોઇ ફાર્માની પોસ્ટ માટે આર્મી ભરતીની જાહેરાત કરેલ છે. જેની રીક્રુટમેન્ટ રેલી શિવાજી યુનીવર્સીટી,કોલ્હાપુર, મહારાષ્ટ્ર ખાતે યોજાનાર છે. જેમાં જામનગર જીલ્લા સહીત સૌરાષ્ટ્રના જીલ્લાઓ,તથા કચ્છ-ભુજ તેમજ દીવના ઇચ્છુક ઉમેદવારોને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા તથા ભરતીમાં ભાગ લેવા માટે જણાવવામાં આવે છે.
જેના માટે www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તા.૨૮-જાન્યુઆરી-૨૦૨૧ થી ૨૬-ફેબ્રુઆરી-૨૦૨૧ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે. આ ભરતી માટે ઉમર મર્યાદા ૧૯ થી ૨૫ વર્ષ જેમનો જન્મ ૧ ઓક્ટોબર-૧૯૯૫ થી ૩૦-સપ્ટેમ્બર-૨૦૦૧ વચ્ચે થયેલો હોવો જરૂરી છે. તેમજ ઉચાઇ ૧૬૭ સેમી.વજન ૫૦ કિગ્રા.અને છાતી ૭૭/૮૨ તેમજ ૧૦+૨/અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ અને ડી ફાર્મા માં ૫૫% ગુણ મેળવેલ (જેની નોંધણી રાજ્ય/ઇન્ડિયા કાઉન્સિલ ખાતે થયેલ હોય) અને બી ફાર્મા માં ૫૦% ગુણ મેળવેલ (જેની નોંધણી રાજ્ય/ઇન્ડિયા કાઉન્સિલ ખાતે થયેલ હોય) જે વ્યક્તિ ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જરૂરી છે
ઉપરોક્ત લાયકાત-ઉમર-ધરાવતા જામનગર તેમજ સૌરાષ્ટના અન્ય જીલ્લા અને કચ્છ-ભુજ ના ઉમેદવારોને આ ભરતીમાં ભાગ લેવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે www.joinindianarmy.nic.in વેબસાઈટ ની મુલાકાત લેવા ઉમેદવારોને જણાવવામાં આવે છે.
પપ્રતિકાતમક તસ્વીર
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024