મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કબ્રસ્તાન ટ્રસ્ટ ના રેકોર્ડ સાથે ચેડા અને જીવિત ટ્રસ્ટીને મૃત જાહેર કરી કબ્રસ્તાનની જમીન હડપ કરવાનું કૌભાંડ બારે લાવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ..
News Jamnagar January 29, 2021
અમદાવાદ
આપ સૌને પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમ થી જણાવવાનું કે આપ સૌ જાણો છો કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ માં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે,અને મુસ્લિમ સમાજ ની કરોડો રૂપિયા ની મહામૂલી મિલ્કતો જમીન માફીયાઓ અને વકફ માફીયાઓ કોંગ્રેસ- ભાજપ ના આગેવાનો ના મેળાપીપણા થી સગેવગે થઈ રહી છે, તેવા આક્ષેપ કર્યો અને તેના કારણે સમગ્ર મુસ્લિમ સમાજ માં ભારે આક્રોશ છે,
આ ઝુંબેશ ના ભાગ રૂપે હાલ માં ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલ માં પડકારવામાં આવતા ટ્રીબ્યુનલ દ્વારા કેટલાક ચૂકાદાઓ જાહેર કરવામાં આવેલ છે, જેમાં સમાજ ના વ્હાઇટ કોલર ગણાતા સમાજ ના ઠેકેદારો મુસ્લિમ સમાજ ની વકફ કરેલી કરોડો ની મિલ્કતો ખોટી રીતે ટ્રસ્ટીઓ બની ને પચાવી પાડવાની બદદાનત રાખી રહેલા વકફ માફીયાઓ અને સમાજ ના દુષણો ને બેનકાબ કરવા પ્રેસ કોન્ફરન્સ નુ આયોજન કરવામાં આવ્યુ હતું .
જાણો મુદા ની વાત .
બીબામાં સાહેબ કબ્રસ્તાન અમદાવાદ ના કાલુપુર વિસ્તારમાં આવેલ સદીઓ જુનો ઐતિહાસિક કબ્રસ્તાન છે જેમાં દરગાહો થતા મુસ્લિમ સમાજના સૂફી સંતો તથા અન્ય અગ્રણીઓના મૃતદેહો દફન થયા છે . અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન નજીક અને સરસપુર જેવા કોમર્શિયલ વિસ્તારમાં સ્થિત આ કબ્રસ્તાન ઉપર કેટલાક કોંગ્રેસ તથા ભાજપના ધારાસભ્યો , રાજકીય આગેવાનો અને કોર્પોરેટરની નજર પડતા તેઓએ પોતાની લાગવગથી તથા બીજા અન્ય ગુનાઇત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓને આગેવાની થી આ કબ્રસ્તાન તથા તેની આસપાસના વિસ્તારોની બહુમૂલ્ય જમીન ઉપર કબજો જમાવી વેચી દેવાના આશય થી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ માં પોતાના નામ ટ્રસ્ટીઓ તરીકે નોંધાવેલ .
આ સમગ્ર કૌભાંડ ના વિરૂદ્ધમાં આ કબ્રસ્તાનની જમીનોને દાન કરનાર જમીનના મૂળ માલિક ના વંશજ અને બીબામાં સાહેબ તથા હઝરત ઉસ્માન મષહદી ( મામ સાહેબ ) ની દરગાહ ના ગાદીપતિ જલાલુદ્દીન તમિઝુદ્દીન સૈયદ દ્વારા આ તમામ ટ્રસ્ટીઓની નિમણૂકને ચેલેન્જ કરતી અપીલો નામદાર ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલ સમક્ષ દાખલ કરેલ હતી .
જે અનુસંધાનમાં તારીખ 27/01/2021 ના રોજ રેકોર્ડ પરના તમામ ચુકાદાઓ દસ્તાવેજો અને પુરાવાઓને ધ્યાને લઇ અરજદારની તમામ અપીલો ને ગ્રાહ્ય રાખતાં હુકમ કરવામાં આવેલ હતો જેમાં દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તથા કોર્પોરેટર તૌફીક ખાન પઠાણ સહિત અન્ય 19 ટ્રસ્ટી ની નિમણૂક રદ કરવાનો આદેશ કરવામાં આવેલ છે તેમજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડને આદેશ કરવામાં આવેલ છે કે આ તમામ રદ થયેલ ટ્રસ્ટીઓ ની ભવિષ્યમાં પણ કોઈ નિમણુંક આપવી નહીં . કબ્રસ્તાન ના મૂળ ટ્રસ્ટી વલીભાઈ ઈસાની જેવા ખૂબ જ નામાંકિત ધારાશાસ્ત્રી ( એડવોકેટ ) કે જે જીવીત હોવા છતાં મરણ બતાવી આ વ્યકિતઓ એ ટ્રસ્ટી તરીકે નિમણૂક કરાવેલ .
આ તમામ ટ્રસ્ટીઓ દ્વારા કબ્રસ્તાનની જમીન હડપ કરવા માટે રોડ રોલર ફેરવી તોડફોડ પણકરવામાં આવી હતી. તેમજ બનાવટી દસ્તાવેજો , ઠરાવો અને આસપાસના લોકોની બોગસ સહીઓ નો ઉપયોગ કરી તેઓએ પોતાને ટ્રસ્ટી તરીકે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ માં નિમણુંક કરાવેલ હતી . જે અનુસંધાનમાં શહેરકોટડા પોલીસ સ્ટેશન દ્વારા માં ટ્રસ્ટીઓ વિરુદ્ધ એક એફ.આઈ.આર. પણ નોંધવામાં આવેલ છે જેની તપાસ હાલમાં ચાલુ છે . ટ્રસ્ટી બન્યા પછી આ વ્યક્તિઓ એ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરા સાહેબની સાંઠગાંઠ માં તથા તેમના હોદ્દાનો દુરુપયોગ કરી કબ્રસ્તાન તથા તેની આસપાસના ખાનગી મિલકતો અને જમીનનો લગતા રેવેન્યુ રેકોર્ડ સાથે પણ ચેડા કરવામાં આવેલ છે .
ઉલ્લેખનીય છે કે વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરા સાહેબ આ કબ્રસ્તાનની સામે સ્થિત સરસપુર સમાજના રોજામાં જ રહે છે . તેઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી આ જમીનો પર કબજો મેળવવા અને અંગત લાભ ઉઠાવવાના પ્રયત્ન કરવામાં આવેલ હતા . તે અનુસંધાનમાં અરજદાર જલાલુદીન તમિઝુદીન સૈયદ દ્વારા શહેર કોટડા પોલીસ ને કાયદેસર ની કાર્યવાહી કરવા સારું પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ છે , જેની તપાસ હાલ ચાલુ છે .
નામદાર ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલ દ્વારા પણ આ સંદર્ભમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડને નિર્દેશનો આપેલ છે . નામદાર ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલ દ્વારા ગુજરાત રાજ્ય વકફ બોર્ડને બીબામાં સાહેબ કબ્રસ્તાન ટ્રસ્ટના રેકોર્ડ સાથે ચેડાં કરનાર અધિકારી તથા જીવિત ટ્રસ્ટી ને મૃત જાહેર કરનાર વ્યકિત ઓ સામે પણ શિક્ષાત્મક પગલાં લેવા ના નિર્દેશનો આપવા માં આવેલ છે . વકફ ની બહુમૂલ્ય જમીનો બચાવવા તથા વકફ બોર્ડ દ્વારા થઇ રહેલ ભ્રષ્ટાચાર ને રોકવા સારું તથા યોગ્ય તપાસ કરવા સારું ભારત દ્વારા દેશના પ્રધાનમંત્રી ને પણ આવેદન આપવામાં આવેલ હતું જેની તપાસ રાજ્યના કાયદા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024