મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સૌરાષ્ટ્રની સીમાના સ્વાદિષ્ટ ગાંઠીયા આજની યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે.
News Jamnagar January 29, 2021
રાજકોટ
સૌરાષ્ટ્રની સીમાના સ્વાદિષ્ટ ગાંઠીયા .મહિલા સંચાલિત નાસ્તાગૃહ જાણો ક્યાં છે
(અહેવાલ .જનકસિંહ ઝાલા )
સૌરાષ્ટ્રમાં સ્ત્રી સશક્તિકરણના અનેક ઉદાહરણો છે જેમાં એક સીમાબેન ગાંઠિયા વાળા નો પણ સમાવેશ થાય છે .
સૌરાષ્ટ્રમાં સ્ત્રી સશક્તિકરણના અનેક દાખલાઓ આપને મળી શકે છે વધુ એક દાખલો આપની સમક્ષ રજુ કરું રહ્યો છું.
નામ એમનું સીમાબેન ખોખરીયા ઉંમર ૪૨ વર્ષ. રાજકોટ ભાવનગર હાઇવે પર જ્યારે આપ આટકોટ પહોંચો ત્યારે આપની નજરે શ્રીજી પાન સેન્ટર તેમજ શ્રીજી ટી સ્ટોલ અચૂક નજરે ચડે. છેલ્લા 35 વર્ષથી આ દુકાનો નું અસ્તિત્વ છે.
હવે સીમા બહેને શ્રીજી નાસ્તા હાઉસના નામે નવું સાહસ ખેડ્યું છે. સીમાના પિતાજી અને ભાઈ આ દુનિયામાં હયાત નથી તેની ૭૦ વર્ષીય માં અને ભાભી તેને આ કામમાં મદદ કરે છે.
સીમાનો ભત્રીજો અને ભત્રીજી અભ્યાસ કરી રહ્યા છે.સીમા પોતે પણ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા છે. નોકરી શા માટે ન કરી ? એવા સવાલના જવાબમાં કહે છે કે, ભત્રીજા અને ભત્રીજીના અભ્યાસ ખર્ચને પહોંચી વળવા માટે અન્ય કોઈ વિકલ્પ મારી પાસે ન હતો… સૌરાષ્ટ્રની સીમા ખરેખર સ્ત્રી સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, રાત્રિના સમયે સ્નેક હાઉસ ચલાવવું જેવા તેવા વ્યક્તિનું કામ નથી.. એમાંય સીમા તો એક સ્ત્રી છે. હું તેને એક નીડર ગુજરાતી મહિલા કહું છું… અને એક ગુજરાતી હોવાના નાતે મને સીમા પર ગર્વ છે.
ક્યારેક આટકોટ બાજુ પસાર થાઓ…અને ગાંઠીયા ખાવાનું મન થાય તો…અચૂક સીમાના શ્રીજી નાસ્તા હાઉસની મુલાકાત અચૂક લેશો. આ કોઈ ધંધાકીય પ્રચાર નથી પરંતુ એક એવી સ્ત્રીને મદદ કરવાનો છે.. જે આજની યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025