મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભૂકંપની પરિસ્થિતિને પહોંચી વળવા ઇન્સીડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ અને ટેબલટોપ એકસરસાઇઝ યોજાઇ
News Jamnagar February 01, 2021
જામનગર
જામનગર ગત તા.૩૦ જાન્યુઆરી, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ન્યુ દિલ્હી અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન
સત્તામંડળ ગુજરાત સરકાર દ્વારા તા. ૨૮/૦૧/૨૦૨૧ના રોજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લા માટે ઇન્સીડન્ટ રિસ્પોન્સ
સિસ્ટમ પર તાલીમનું આયોજન અને ગુજરાતમાં ભૂકંપની અસરને પહોચી વળવા ભૂકંપ પર ટેબલટોપ એક્સરસાઇઝનું આયોજન
કરવામાં આવેલ હતું. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ન્યુ દિલ્હીથી મેજર જનરલ આતા હસન, ડો.વી.થીરુપુગાઝ અને મેજર વી.કે.દત્તા દ્વારા બ્રીફ તાલીમ આપવામાં આવેલ હતી.
રાજ્યકક્ષાએથી મુખ્ય કારોબારી અધિકારી જીએસડીએમએ અને રાહત કમિશનર હર્ષદ પટેલ અને અધિક મુખ્ય
કારોબારી અધિકારીશ્રી જીએસડીએમએ વિકટર મેકવાન, નિયામકશ્રી જીએસડીએમએ ડો. પાટડીયા દ્વારા સંકલન કરવામાં આવેલ હતું.
જિલ્લા કક્ષાએ કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ અધિક નિવાસી કલેકટરશ્રી, આર્મી-નેવી-એરફોર્સ, એસએસબી જેવી ફોર્સની વિંગના અધિકારીઓ, નાયબ કમિશનર જે.એમ. સી. વસ્તાણી, પોલીસ, આરોગ્ય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટાફ અને જિલ્લા કક્ષાન અધિકારીઓ ઇન્સીડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ અને ટેબલટોપ એક્સરસાઈઝમાં જોડાયા હતા. આ તકે એન.ડી.એમ.એના અધિકારીઓએ જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે પ્રતિભાવોની આપ-લે કરી હતી.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024