મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઇવા પાર્કમાં બનેલ ફાયરીંગના બનાવનો ભેદ ઉકેલી હથિયારો સાથે ૭ ઇસમને પકડી પાડતી એલ.સી.બી .
News Jamnagar February 01, 2021
જામનગર
જામનગર એલ.સી.બી . પોલીસ ગત તા . ૨૮/૦૧/૨૦૨૧ ના કલાક ૦૯/૦૦ વાગ્યે રણજીતસાગર રોડ ઉપર ઇવા પાર્ક માંઆ કામના ફરીયાદી હસમુખભાઇ દેવરાજભાઇ પેઢડીયા રહે.ઇવા પાર્ક .૩ વાળા એ જાહેર કરેલ ફરીયાદમાં અગાઉ તેઓને જયેશ મુળજી રાણપરીયા સાથે માથાકુટ તકરાર થયેલ હોય અને સામસામે ફરીયાદો થયેલ હોય અને મન દુઃખ ખાર રાખી તેઓનુ મકાનનું બાંધકામ ચાલુ હોય જે સાઇટ ઉપર નહીં જવા અગાઉ વોટસઅપથી ધમકી આપેલ હતી .
આ જયેશ પટેલ એ કાવત્રુ રચી અજાણ્યા ચાર ઇસમો બે મોટર સાયકલમાં મોકલી ભોગબનનાર જયસુખ ઉર્ફે ટીનો દેવરાજ પેઢડીયા ઉપર ફાયરીંગ કરી ચારેય આરોપીઓ નાશી ગયેલ હતા . જે અન્વયે જામનગર સીટી એ ડીવી . પો.સ્ટે . ફસ્ટ ગુ.ર.નં .૧૧૨૦ ૨૦૦૮૨૧૦૨૧૪૨૦૨૧ ઇપીકો કલમ ૩૦૭,૫૦૭,૧૧૪,૧૨૦ ( બી ) તથા આર્મ્સ એકટ ૨૫ ( ૧ – બી ) એ તથા જી.પી.એકટ ૧૩૫ ( ૧ ) થી ગુન્હો નોંધાયેલ હતો . આ ફાયરીંગનો બનાવ બનતા ત્વરીત આરોપીઓ પકડી પાડવા માટે જામનગરના પોલીસવડા શ્રી દીપન ભદ્રન નાઓની સુચના મુજબ જીલ્લામાં નાકાબંધી કરાવવામાં આવેલ હતી અને મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય ના માર્ગદર્શન મુજબ આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. ના પો.ઇન્સ. કે.જી.ચૌધરી તથા એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.એસ.નિનામા તથા સીટી એ પો.ઇન્સ.શ્રી એમ.જે.જલ તથા એલ.સી.બી. એસ.ઓ.જી એબસ્કોન્ડર સ્કવોડા સીટી એ ડીસ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવી કાર્યરત કરવામાં આવેલ હતી .
આ કામે બનાવ સ્થળ તેમજ તેમની આજુબાજુના રોડ ઉપર ના સીસીટીવી ફુટેજો ને ચેક કરવામાં આવેલ હતા અને તેમાં આ સીસીટીવી ફુટેજમાં ગુનાને અંજામ આપનાર બે મોટર સાયકલમાં આવેલ ચાર ઇસમોની ઓળખ માટે અલગ અલગ ટીમોને તેમજ અંગત વિશ્વાસુ બાતમી દારોને કામે લગાડવામાં આવેલ હતા આ દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ.કોન્સ . ભગીરથસિંહ સરવૈયા તથા રધુવીરસિંહ પરમાર ને તેઓના અંગત બાતમીદારોથી હકિકત મળેલ કે આ બનાવને અંજામ આપનાર સીસીટીવી ફુટેજમાં જોવામાં આવતા ઇસમોમાં
( ૧ ) કેટીએમ ડયુ સફેદ બાઇકના ચાલક મયુર આલાભાઇ હાથલીયા તથા તેમની પાછળ રહેલ ઇસમ સુનીલ ખીમાભાઇ કણઝારીયા તથા ( ૨ ) પ્લેન્ડર મો.સા.ના ચાલક દીપ હીરજીભાઇ હડીયા તેમની પાછળ બેસેલ કાયદાથી સંધર્ષિત કિશોર હોવાની ઓળખ પ્રસ્થાપિત થયેલ . જે આધારે બાતમીદારો તેમજ ટેકનીકલ એનાલીસીસના આધારે જાણવા મળેલ કે આરોપીઓ અલગ અલગ જગ્યાએ હોવાથી પો.સ.ઇ.આર.બી.ગોજીયા , કે.કે.ગોહીલ , એ.એસ.ગરચર નાઓની અલગ અલગ ટીમો પાડી મજકુરોને અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવેલ હતા.અને તપાસ દરમ્યાન પકડાયેલ આરોપીઓ સિવાય નીચે મુજબના આરોપીઓ તથા કાયદાથી સંધર્ષિત કિશોર પણ ગુનામાં સંડોવાયેલ હોય તેમને પણ પકડી પાડી ગુનામાં વાપરેલ હથિયાર પીસ્ટલ , તમંચો તેમજ બે મોટર સાયકલ , મોબાઇલ ફોન વિગેરે કબજે કરવામાં આવેલ છે .
આરોપીનુ નામ મયુર આલાભાઇ હાથલીયા રહે . જામનગર હરીયા કોલેજની પાછળ ગલીમાં દીપ હીરજીભાઇ હડીયા રહે . ગોકુલનગર , નવાનગર શેરી , જામનગર મુળ – કચ્છ ભુજ સુનીલ ખીમાભાઇ કણઝારીયા રહે.મુળ જામપર તા.કલ્યાણપુર હાલ યાદવનગર જામનગર ૪ સુનીલ ઉર્ફે જાંબુ દેવશી નકુમ રહે.ગોકુલનગર જામનગર મુળ કલ્યાણપુર કરણ ઉર્ફે કારો ભીખાભાઇ કેસરીયો રહે.માધવબાગ જામનગર મુળ ભાડથર તા.ખંભાળીયા ૬ ભીમશી ગોવાભાઇ કરમુર રહે.ગોકુલનગર જામનગર મુળ ગામ કલ્યાણપુર તા.ભાણવડ કાયદાથી સંધર્ષિત કિશોર ૧ ૨ 3 ૫ 9 ઉપરોકત પકડાયેલ આરોપીઓ તેમજ કાયદાથી સંધાર્ષિત કિશોર સિવાય આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ પકડી પાડવા માટે તજવીજ ચાલુ છે . તેમજ પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ સહિતની આ ગુન્હાની તપાસ જામનગર સીટી એ ડીવી . પો.સ્ટે.ના પો.ઇન્સ . એમ.જે.જલ નાઓ ચલાવી રહેલ છે .
આ કાર્યવાહી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી.કે.જી.ચૌધરી તથા એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.એસ.નિનામા તથા સીટી એ ડીવી . પો.ઇન્સ.શ્રી એમ.જે.જલુ તથા પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ. આર.વી.વીંછી તથા પો.સ.ઇ.શ્રી વી.કે.ગઢવી તથા પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા પો.સ.ઇ. એમ.વી. મોઢવાડીયા વિગેરે તેમજ એલ.સી.બી. / એસ.ઓ.જી એબસ્કોન્ડર તથા સીટી એ ડીવી . તથા ટેકનીકલ સ્ટાફ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે . ,
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024