મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જિનેટિક બીમારીથી પીડાતા ત્રણ માસના ધૈર્યરાજસિંહ માટે જામનગરના ઉદ્યોગપતિઓની સંવેદના
News Jamnagar March 23, 2021
જામનગર
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરની જનતાને ગુજરાતના બાળક ધૈર્યરાજસિંહને તેની સારવારમાં મદદ માટે અપીલ કરી છે, ત્યારે મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ ધૈર્યરાજસિંહને સારવાર માટે મદદરૂપ થવા જામનગર શહેર જિલ્લા રાજપૂત યુવા સંઘને રૂ.૧ લાખ ૧૧ હજારનો ચેક અર્પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘ બાળક ધૈર્યરાજસિંહની સારવાર માટે રાશિ એકત્રિત કરી રહ્યા છે. આ તકે, પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા ઉપસ્થિત રહ્યા હતા.
જય દ્વારકાધીશ મેટલ તથા હાઈટેક એક્સ્ટ્રુઝન દ્વારા રૂ. ૩.૬૨ લાખની સહાય
અર્પણ કરાઈ
શ્રી કૃષ્ણમણીજી મહારાજ તથા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિત રહી
જામનગર તા.૨૨ માર્ચ, ગંભીર પ્રકારની જિનેટિક બીમારીથી પીડાતા મહીસાગર જિલ્લાના ત્રણ વર્ષીય બાળક ધૈર્યરાજસિંહના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા સમગ્ર દેશ આજે પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા આગળ આવ્યો છે. સોશિયલ મીડિયા, જાહેર માર્ગો તેમજ ડોર ટૂ ડોર કેમ્પઈન હાથ ધરી ગુજરાતના યુવાઓ ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.ત્યારે જામનગરના ઉદ્યોગપતિઓએ પણ આ બાળક માટે મદદનો હાથ લંબાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
શહેરના જી.આઈ.ડી.સી.દરેડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પ્રણામી સંપ્રદાયના સ્વામી શ્રી કૃષ્ણમણીજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં જય દ્વારકાધીશ મેટલના માલિક શ્રી રાજુભાઈ ગાગીયા દ્વારા ધેર્યરાજસિંહની મદદ માટે રૂ.૨.૫૧ લાખ તથા હાઈટેક એક્સ્ટ્રુઝનના માલિક શ્રી વસંતભાઈ કટારીયા દ્વારા રૂ.૧.૧૧ લાખની આર્થિક મદદ જાહેર કરી જામનગર રાજપૂત યુવા સંઘને પોતાનો સહયોગ આપ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલ રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિને તકલીફ કે આફતના સમયે ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે ત્યારે ગુજરાતના આ બાળકને સારવાર મળી રહે તે માટે જામનગર તથા સમગ્ર રાજ્યના નાગરિકોને પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
પ્રણામી સંપ્રદાયના શ્રી કૃષ્ણમણીજી મહારાજે પણ લોકોને મદદરૂપ થવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, દાન એ સેવા છે અને આ સેવામાં દરેક નાગરિકે આગળ આવવું જોઈએ. જામનગરના ઉદ્યોગપતિઓની આ પહેલ તેમની સેવાવૃત્તિ તેમજ ઉત્તમ માનવીય અભિગમ દર્શાવે છે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024