મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નકલી પી.એસ.આઈ ને પી.એસ.આઈ ના યુની ફોર્મ તથા બનાવટી ઓળખ કાર્ડ સાથે પકડી પાડતી અસલી પોલીસ
News Jamnagar March 24, 2021
અમદાવાદ
રામોલ પોલીસ બે ફોર વ્હીલર ગાડી તથા મોબાઈલ ફોન નંગ : ૦૩ તથા બનાવટી ઓળખ કાર્ડ તથા . એસ . આઈ નો યુનીફોર્મ મળી કુલ્લે કીમત રૂપીયા ૮,૨ ૬,૮00 / – ના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા તારીખ ૨૩/03/૨૦૨૧ ના રોજ સર્વે સ્કોડના પો.સ.ઈ બી.આર.ભાટી તથા સ્ટાફના માણસો સાથે પો . સ્ટે વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન રામોલ રાજીવનગરના ટેકરા પાછળ ગોપીડેરીના ગોડાઉન સામે આવતા એક સ્વીફ્ટ ડીઝાઈર ગાડી નં . GI.02.22.4426 ની સકમંદ જણાઈ આવતા પંચોના માણસો બોલાવી ગાડીના ચાલક આરોપી નં .૧ કનુભાઈ ગીરધરદાસ પટેલ ઉવ : ૫૧ રહે : ૩૦૪ શ્રીપદ રેસીડેન્સી સ્વભુ હોસ્પીટલ પાસે વસ્ત્રાલ અમદાવાદ શહેર નાઓની પુછપરછ કરતા સદર ગાડી પોતાના જમાઈ પી.એસ.આઈ જે.વી.બીહોલા નાઓની હોવાની જણાવી પોતાના જમાઈને સ્થળ ઉપર બોલાવતા આરોપી નં.ર જગતસિંહ વિજયસિંહ બીહોલા ઉવ .૩૦ રહે.ડી ૩૦૫ ગેલેક્ષી સ્પેશીયા નીકોલ રીંગરોડ અમદાવાદ શહેર નો નંબર વગરની હુન્ડાઈ ક્રેટા ફોર વ્હીલર ગાડી લઈ પી.એસ.આઈનો યુનીફોર્મ પહેંરી આવી પોતે પી.એસ.આઈ હોવાની ખોટી ઓળખ આપી પોતાનું બનાવટી ઓળખ કાર્ડ રજુ કરી જ શકમંદ જણાતા સદરી બન્ને આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી પોલીસ ઈન્સ્પેક્ટર કે . એસ . દવે સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ બન્ને આરોપીઓની વધુ પુછપરછ કરતા આરોપી નં.ર નાએ પોતે પી.એસ.આઈ નહીં હોવાનું જણાવી પોતાને પી.એસ.આઈ બનવાનો શોખ હોય જેથી પી.એસ.આઈનો યુનીફોર્મ ખરીદી કરી પહેરેલ અને બનાવટી ઓળખકાર્ડ બનાવેલ હોવાની કબુલાત કરતા બન્ને આરોપીઓના કબજાની અલગ અલગ ફોર વ્હીલર ગાડી તથા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ : 03 તથા બનાવટી ઓળખકાર્ડ તથા પી.એસ.આઈ નો યુનીફોર્મ તથા રોકડા રૂપીયા મળી કુલ્લે કીમત રૂપીયા ૮,૨૬,૮00 / – નો મુદામાલ કબજે કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં .૧૧૧૯૧૦૨૪૨૧૦૩ ૪૦/૨૧ ઈપીકો કલમ ૧૭૦,૧૭૧,૪૬૫,૪૬૮,૪૭૧,૧૧૪ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024