મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
માર્કેટ યાર્ડ –હાપા જામનગરનું વર્ષ ૨૦૨૧-૨૨ નું રૂા .૧૧.૦૦ કરોડનું બજેટ ( અંદાજપત્ર ) સર્વાનુમતે મંજુર
News Jamnagar March 25, 2021
જામનગર
તા .૨૧ / ૩ / ૨૦૨ ૧ નાં રોજ માર્કેટ યાર્ડ – હાપા ખાતે વર્ષ ૨૦૨૧-૨૨ નાં બજેટ ( અંદાજપત્ર ) મંજુર કરવા બાબતેની મીટીંગ જામનગર ગ્રામ્યનાં ધારાસભ્ય અને માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી રાઘવજીભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને મળેલ હતી . આજની બેઠકમાં માર્કેટ યાર્ડ – હાપાનાં આગામી વર્ષ ૨૦૨૧-૨૨ માં કુલ્લે આવક રૂા .૧૦૫૬.૦૦ લાખ અને ખર્ચ રૂા .૯૭૧.૯૦ લાખનો અંદાજ મુકવામાં આવેલ , આવકમાં મુખ્યત્વે શેષ ફી – ભાડું – યુઝર્સ ચાર્જ – દુકાન વહેંચાણ આવક વિ . બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે .
ખર્ચની બાબતમાં મુખ્યત્વે મહેકમ ખર્ચ , ખાતેદાર ખેડૂતોનાં અકસ્માત વીમા પ્રિમિયમ ખર્ચ , ઈલેકટ્રીસીટી , પાણી , સફાઈ વિ . ખર્ચનો સમાવેશ વિકાસનાં કામો જેવા કે , ખુલ્લા પ્લેટફોર્મ પર રૂફીગ કામ , ખુલ્લી જગ્યા પર આ૨.સી.સી. ઓટા , સી.સી. રોડ , પેવર બ્લોક , વિ . કામોનો સમાવેશ કરવામાં આવેલ છે . ઉપરોકત અંદાજપત્રકની બેઠકમાં ચેરમેન રાઘવજીભાઈ પટેલ , વા.ચેરમેન ધીરજલાલ આર કારીયા , સભ્ય પ્રવિણસિંહ ઝાલા , જમનભાઈ ભંડેરી , શ્રી તેજુભા જાડેજા , સુરેશભાઈ વસોયા , ભગવાનજીભાઈ ધમસાણીયા , તખતસંગ જાડેજા , દેવરાજભાઈ જરૂ , દયાળજીભાઈ ભીમાણી , જીતેનભાઈ પરમા ૨ , પ્રમોદભાઈ કોઠારી , અરવીદભાઈ મેતા , તુલસીભાઈ પટેલ તમામ સભ્યોની હાજરીમાં સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું . બજેટની મીટીંગનું સંચાલન માર્કેટ યાર્ડનાં સેક્રેટરી હિતેષ પટેલ દવારા કરવામાં આવેલ હતું .
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025