મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બે વર્ષથી સેટ અપ બોકસમાં સોની કંપનીની ૨૯ પેઇડ ચેનલોનો ફ્રી પ્રસારણ કરી મોટુ કૌભાંડ આચરનાર શિક્ષક ને પકડી પાડતી - એલ.સી.બી.
News Jamnagar March 26, 2021
દેવભૂમિ દ્વારકા
ભાણવડ દેવભૂમિ દ્વારકા પ્રેસનોટ તા.રપ / 03 / ૨૦૨૧ રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ
અધિક્ષક સુનીલ જોશી સાહેબ નાઓએ રાજયમાં સાયબર ફ્રોડ અને ટેકનીકલ લેવલના ગેરકાયદેસર ગુનાઓ બને છે .આવા ગુનાઓ અટકાવવા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.
જે.એમ.ચાવડા નાઓને સુચના કરતા તેઓની રાહબરી હેઠળ પો.સ.ઇ. પી.સી.શીંગરખીયાનાઓ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ભાણવડ વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા .
તે દરમ્યાન ગઇ તા .૨૪ / ૦૩ / ૨૦૨૧ ના રોજ ભાણવડમાં સોની ટી.વી.ના પેઇડ ચેનલોનું ફી એર ટુ ના સેટ અપ બોકસમાં cc CAMD નામનો સોફટવેર ગેરકાયદેસર રીતે ડાઉનલોડ કરી સોની ટી.વી. તથા અન્ય કલર , સ્ટાર વીગેરે ટી.વી.ની પેઇડ ચેનલો નું ફ્રી માં પ્રસારણ કરી આજુબાજુના વિસ્તારમાં ૧૫૦૦ ઉપર આવા સેટ અપ બોકસોનું વેચાણ કરી સોની તથા અન્ય ટી.વી. ચેનલોને ફ્રીમાં પ્રસારીત કરી આર્થીક નુકશાની પહોચાડી કંપનીઓ સાથે છેતરપીંડી કરતા હોવાની હકીકત પો.સ.ઇ. પી.સી , શીંગરખીયા નાઓને ઓથોરાઇઝ કર્મચારી મારફતે હકીકત મેળવતા ટાર્ગેટ મીડીયા કંપનીના ચેરમેન તથા ફીલ્ડ ઓફીસર ને સાથે રાખી ભાણવડ ટાઉનમાં સરકારી હોસ્પીટલ સામે એ ટુ ઝેડ સ્ટોર નામની દુકાનના માલીક નીચે જણાવેલ આરોપીએ ભાણવડ તથા આજુબાજુના ગામડાઓમાં ૧૨૦૦ થી ૧૫૦૦ ઉપર આવા પેઇડ ચેનલો ફ્રી માં બતાવવાના સેટ અપ બોકસ હાલ કાર્યરત છે .
જે તમામ સેટ અપ બોકસો આરોપીએ વેચાણ કરેલ છે . તેની દુકાનમાંથી તપાસ દરમીયાન કુલ એસેમ્બલ બનાવટના સેટ અપ બોકસ નંગ -૧૩૬ તથા અન્ય ટેકનીકલ પાર્ટ પેઇન ડ્રાઇવ , ડોન્ગલ , મોબાઇલ ફોન મળી કુલ રૂ . ૧,૨૦,૪૦૦ / – ના મુદામાલ સાથે પો.સ.ઇ.શ્રી . પી.સી.શીંગરખીયા નાઓએ આરોપીને પકડી પાડી આઇ.પી.સી. કલમ ૪૦૬ , ૪૨૦,૪૨૬ આઇ.ટી. એકટની કલમ ૪૩ ( એ ) , ૬૬ મુજબનો ગુનો દાખલ કરાવી આગળની તપાસ અર્થે આરોપીને હસ્તગત કરી ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ . ( ૧ ) વિરાંગભાઇ રણછોડભાઇ વેશનાણી પટેલ ઉવ -૩૬ ધંધો વેપાર ( એ ટુ ઝેડ સ્ટોર ) તથા શિક્ષક રહે . ભાણવડ શીવમ પાર્ક બી , વેરાડ નાકા બહાર ભાણવડ જિ . દેવભૂમિ દ્વારકા આ કાર્યવાહી એલ.સી.બી પો.ઇન્સ . જે.એમ.ચાવડા નાઓની સુચના મુજબ પો.સ.ઇ. પી.સી.શીગરખીયા અને પો.સ.ઇ. એસ.વી.ગળચર , એ.એસ.આઇ. દેવસીભાઇ ગોજીયા , કેશુરભાઇ ભાટીયા , અજીતભાઇ બારોટ , સજુભા જાડેજા , વિપુલભાઇ ડાંગર , નરસીભાઇ સોનગરા , ધર્મેન્દ્રસીહ ચુડાસમા હેડ કોન્સ . મસરીભાઇ આહીર , ભરતભાઇ ચાવડા , બોઘાભાઇ કેશરીયા , લાખાભાઇ પિંડારીયા , જેસલસીહ જાડેજા , સહદેવસીહ જાડેજા , અરજણભાઇ મારૂ , બલભદ્રસીહ ગોહીલ , મહેન્દ્રસીહ જાડેજા , હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ . જીતુભાઇ હણ , વિશ્વદીપસીહ જાડેજા , સાયબર સેલના નરેન્દ્રસીહ રાઠોડ , ધરણાંતભાઇ બંધીયા , મુકેશભાઇ કેશરીયા જોડાયા હતા .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024