મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પ્રભારી સચિવએ વેકસીનેશન સેંટરની મુલાકાત લીધી,વ્યવસ્થાઓની સમીક્ષા કરાઇ
News Jamnagar March 31, 2021
જામનગર
જામનગર તા.૩૦ માર્ચ, જામનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાંઓ, જિલ્લામાંની રસીકરણની કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટી તંત્રને આવશ્યક માર્ગદર્શન પૂરૂ પાડવા માટે પ્રભારી સચિવશ્રી નલીન ઉપાધ્યાય જામનગરમાં આવ્યા છે. જ્યાં તેમણે કલેકટર કચેરી ખાતે વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી.
ગઈકાલે સચિવશ્રીએ જામનગરમાં કામદાર કોલોની યુ.પી.એચ.સી. ખાતેના કોવિડ પ્રતિરોધક રસીકરણ કેંદ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સચિવએ રસી લેનાર લાભાર્થી સિનિયર સિટિઝનો સાથે સંવાદ સાધ્યો હતો અને લાભાર્થીઓના અનુભવો જાણ્યા હતા.
આ બેઠક અને મુલાકાતમાં કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, મ્યુનિ.કમિશનર સતિષ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મીતાબેન જોષી, પ્રાંત અધિકારીઓ, એમ.ઓ.એચશ્રી ઋજુતાબેન જોશી વગેરે અધિકારીઓ જોડાયા હતા.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024