મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મ ઉદ્યોગના પ્રતિષ્ઠિત ગણાતા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે.
News Jamnagar April 01, 2021
નવી દિલ્હી તા. 1
દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મ ઉદ્યોગના પ્રતિષ્ઠિત ગણાતા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે. આજે કેન્દ્રના માહીતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરી હતી. પ1 મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ દક્ષિણના અભિનેતાને આપવા ઉપરાંત આ વર્ષના અન્ય ફિલ્મ એવોર્ડ પણ જાહેર થઇ રહયા છે. કેન્દ્ર સરકારની જાહેરાતને એક તરફ અભિનેતા રજનીકાંતના દક્ષિણ ભારત સહીતના દેશના મનોરંજના ઉદ્યોગમાં જે અમુલ્ય યોગદાન છે તેનાથી તેમને આ સન્માન માટે યોગ્ય ગણવામાં આવે છે.
રજનીકાંત દક્ષિણ ભારતમાં એક દંતકથા જેવા નાયક તરીકે પ્રસ્થાપીત થયા છે. અને તેઓ કરોડો ચાહકો ધરાવે છે. તો બીજી તરફ તામીલનાડુમાં યોજાઇ રહેલી ધારાસભાની ચુંટણીના મતદાન પુર્વેની આ જાહેરાતને પણ સુચક ગણવામાં આવે છે. ભાજપ પ્રથમ વખત પુરી ગંભીરતાથી તામીલનાડુમાં અન્નાડીએમકેની સાથે ચુંટણી લડી રહયો છે.
જોકે આ પક્ષ વિધાનસભામાં ફકત ર0 બેઠકો ઉપર જ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. પરંતુ પાડોશી પોંડીચેરીમાં ભાજપ સતા મેળવવા માટે ફેવરીટ ગણાય છે. અને તે સમયે તામીલનાડુના રાજકારણમાં પણ પ્રભાવ ધરાવતા રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત કરવાની જાહેરાતને સુચક ગણવામાં આવે છે. એ ઉલ્લેખનીય છે કે ચુંટણી પુર્વે જ રજનીકાંતે રાજયમાં પોતાનો અલગ રાજકીય પક્ષ સ્થાપીને ચુંટણી લડવાની જાહેરાત કરી હતી પરંતુ અચાનક જ તેમનું સ્વાસ્થ્ય લથડતા તેઓએ પોતાની રાજકીય કારર્કીદી આગળ નહીં ધપાવવાનો નીર્ણય લીધો હતો. એક તબકકે મનાતુ હતુ કે રજનીકાંત રાજયમાં ભાજપ સાથે સંયુકત રીતે ચુંટણી લડી શકે છે પણ તે સ્થિતી શકય બની નથી. આમ અભિનેતા રાજનીકાંતને ફિલ્મ ઉદ્યોગના સર્વોચ્ચ સન્માનથી નવાજવાના નિર્ણય પાછળનું રાજકારણ પણ ચર્ચામાં આવી જાશે તે નિશ્ચિત છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024