મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
૪૫ વર્ષથી મોટી ઉંમરના નાગરિકો માટેની કોરોના રસીકરણ ઝુંબેશને જામનગરવાસીઓનો બહોળો પ્રતિસાદ
News Jamnagar April 01, 2021
જામનગર
સામાજિક સંસ્થાઓના મેગા કેમ્પના આયોજનો
તા. ૩૧ માર્ચ સુધીમાં જામનગર શહેરમાં ૪૨,૨૨૬ તેમજ
જિલ્લામાં ૯૩,૨૬૯ સહીત કુલ ૧,૩૫,૪૯૫ લોકોને રસીકરણ
જામનગર તા.૦૧ એપ્રિલ, આજથી કોરોના સંક્રમણથી બચવા માટે જામનગર જિલ્લામાં ૪૫ વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવાની કામગીરીનો પ્રારંભ થઇ ચૂકયો છે. શહેર કક્ષાએ તમામ યુ.પી.એચ.સી., જી.જી. હોસ્પિટલ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અર્બન હેલ્થ સેન્ટર, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો ખાતે આ રસી વિના મૂલ્યે આપવામાં આવી રહી છે.
જામનગર ખાતે કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશમાં લોકોનો પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે. કોરોનાની રસી લેવાથી અમૂલ્ય માનવ જીવન બચાવી શકાય છે. ત્યારે જામનગરની અનેક સેવા સંસ્થાઓ વેક્સિનેશન કેમ્પના આયોજનો કરી માનવ સેવાના ભગીરથ કાર્યમાં જોડાઇ રહી છે.
તા. ૩૧ માર્ચ સુધીમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૭ તેમજ જામનગર જિલ્લાના કુલ ૨૫૬ સેન્ટર પરથી જામનગર જિલ્લાના ૧,૩૫,૪૯૫ લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. તા. ૩૧ માર્ચ સુધીમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૫ થી ૫૯ વર્ષની ઉંમરના ૪,૫૯૯ કોમોર્બિડ લોકોને તેમજ ૬૦ વર્ષ કે તેથી મોટી ઉંમરના ૨૧,૫૭૯ લોકોને રસીકરણ કરાયું છે. આ ઉપરાંત ૫,૮૮૭ ફ્રંટલાઇન વર્કર્સ અને ૧૦,૧૬૧ હેલ્થલાઇન વર્કર્સને રસી આપવામાં આવી છે.
જયારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ૪૫ થી ૫૯ વર્ષની ઉંમરના ૭,૬૫૫ કોમોર્બિડ લોકોને તેમજ ૬૦ વર્ષ કે તેથી મોટી ઉમરના ૭૧,૦૧૨ લોકોને રસીકરણ કરાયું છે. આ ઉપરાંત ૧૦,૩૭૨ ફ્રંટલાઇન વર્કર્સ અને ૪,૨૩૦ હેલ્થલાઇન વર્કર્સને રસી આપવામાં આવી છે.
વળી, વેકસીન સાથે જ જામનગર જિલ્લામાં ટેસ્ટીંગ અને ટ્રેસિંગને પણ વધુ સઘન બનાવી કોરોના સામે ફરી લડત આપવામાં આવશે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા જામનગર જિલ્લામાં રોજ ૪૦૦૦ ટેસ્ટ કરવામાં આવશે, જેમાં ૩૨૦૦ આર.ટી.પી.સી.આર અને ૮૦૦ જેટલા એંટીજન ટેસ્ટ કરવામાં આવશે. કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે ત્યારે ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેંટના મંત્ર સાથે વેક્સિંગને જોડી જામનગર વહીવટીતંત્ર લડત આપી રહ્યું છે.
ફાઈલ તસ્વીર
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024