મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લગ્નના નામે જામનગરના યુવાન સાથે દોઢ લાખની ઠગાઇ.
News Jamnagar April 02, 2021
જામનગર
જામનગરના શહેર ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા રાજ ચેમ્બર નજીકના રહેતાં પ્રીતેશભાઈ ધીરજલાલ શાહ નામના 41 વર્ષના મહાજન યુવાન એક ખાનગી બેન્કમાં નોકરી કરે છે. તેઓએ પોતાના લગ્ન માટે લાલપુર તાલુકાના કાનાછીકારી ગામમાં રહેતાં કેટલાંક સંબંધીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં ફેબ્રુઆરી મહિનામાં કાનાછિકારી ગામના વિજયભાઈ બારોટએ પોતાના ધ્યાનમાં મહારાષ્ટ્રના નાગપુરની એક યુવતી હોવાનું જણાવ્યું હતું.
લગ્નવાંચ્છુ પ્રીતેશભાઈએ તે વાતમાં રસ દાખવતાં વિજય તથા તેમના પત્ની કાજલબેન બારોટએ નાગપુરના મનતાપુર રોડ પર વિધાયકભવન પાસે વસવાટ કરતાં પાયલબેન પ્રદીપભાઈ બંસોડનો સંપર્ક કરાવ્યો હતો. પાયલે મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાવરકરનગરમાં વસવાટ કરતાં અંકિત પ્રદીપભાઈ સાથે વાતચીત કરવાનું કહ્યું હતું.
ત્યારપછી વિજય તથા કાજલબેન બારોટે લગ્ન માટે રૂપિયા દોઢ લાખ આપવાના થશે તેમ કહી પ્રીતેશભાઈનો નાગપુરની યુવતી પાયલ સાથે મેળાપ કરાવ્યો હતો. તેમાં આગળ વધેલી વાતચીત મુજબ ગઈ તા. ૨૪ ફેબ્રુઆરીના દિને જામનગર સ્થિત પ્રીતેશભાઈના ઘેર આવેલા કાજલ તથા વિજયભાઈએ રૃા. દોઢ લાખ લઈ પ્રીતેશભાઈના પાયલ સાથે મૈત્રીકરાર કરાવ્યાં હતાં અને જામનગરની કોર્ટમાં લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી. મૈત્રીકરાર પછી પાયલ બંસોડ ત્રણેક દિવસ સુધી પ્રીતેશભાઈના ઘેર રોકાઈ હતી. તે પછી કાજલ અને વિજયભાઈ ફરીથી પ્રીતેશભાઈના ઘેર આવ્યા હતા અને પાયલને પોતાની સાથે લઈ ગયા હતાં.
જે યુવતી સાથે મૈત્રીકરાર કરવામાં આવ્યા તે યુવતીને આ સંબંધ કરાવી આપનાર દંપતી લઈ જતાં પ્રીતેશભાઈએ તેણીને પરત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે પ્રયત્ન નીષ્ફળ જતાં પ્રીતેશભાઈને લગ્નના નામે પોતાની સાથે છેતરપિંડી કરાઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે પાયલ, વિજય, કાજલ બારોટ સામે આઈપીસી 406, 420,114 હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024