મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અંદાજે ૫૦ કરોડ રૂપીયાનું ફલેક ફેરવનાર ટેડીંગ પેઢીના પાર્ટનરોને ઝડપી પાડતી પોલીસ.
News Jamnagar April 03, 2021
રાજકોટ
સમય ટ્રેડીંગ તથા સાંઇ સમય ટ્રેડીંગ તથા આશીષ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી લીમીટેડ માં સારૂ રીર્ટન આપવાની લાલચ , પ્રલોભન આપી રોકાણકારોના કરોડો રૂપીયા રોકાણ કરાવી અંદાજે ૫૦ કરોડ રૂપીયાનું ફલેક ફેરવનાર સમય ટેડીંગ પેઢીના પાર્ટનરોને ઝડપી પાડતી ગાંધીગ્રામ -૨ , ( યુની . ) પો.સ્ટે . ની ટીમ . રાજકોટ શહેર ગાંધીગ્રામર ( યુની . ) પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૮૦૦૩ ૨૧ ૦૮૮૩/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૪૦૬ , ૪૦૯ , ૪૨૦ , ૧૨૦ ( બી ) તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્સેટ ઓફ ડીપોઝીટ એકટ ની કલમ ૩ મુજબ આ કામે આરોપી ચેરમેન પ્રદીપભાઇ ખોડાભાઇ ડાવેરા તથા પાર્ટનર દિવ્યેશભાઇ કાલાવડીયા તથા હિતેશભાઇ લુકકા તથા તપાસમાં ખુલ્લે તે આરોપીઓએ સમય ટ્રેડીંગ તથા સાંઇ સમય ટ્રેડીંગ તથા આશીષ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી લીમીટેડ માં રોકાણકારોને અલગ અલગ વાયદાઓ કરી અને ખોટા બહાના કરી ફરી ના રૂ .૪,૦૦,૦૦૦ / – તથા અન્ય સાહેદોના રૂ .૪,૭૩,૦૦,૦૦૦ / – તથા અન્ય લોકોના રૂપીયા આ તમામ ફરી તથા સાહેદોને જો તમો રૂપીયાનું રોકાણ કરો તો સારૂ રીર્ટન સાથે રકમ પરત મળશે તેવી લાલચ , પ્રલોભન આપી વિશ્વાસમાં લઇ એકબીજાને મીલાપીપણું કરી રોકાણકારોના રૂપીયા ઓળવી જઇ પુર્વ આયોજીત ગુન્હાહીત કાવતરૂ રચી ઓળવી જઇ તમામ સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી નાણા પરત નહી આપી ગુન્હો કરેલ હોય જે ગુન્હો તા .૩૦ / ૦૩ / ૨૦૨૧ કલાક ૨૧/૦૦ વાગ્યે દાખલ થયેલ છે .
જેથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબ મનહરસિંહ જાડેજા સાહેબ ( ઝોન -૨ ) તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી પી.કે.દિયોરા સાહેબ ( પશ્ચિમ વિભાગ ) નાઓએ સમય ટ્રેડીંગ તથા સાંઇ સમય ટ્રેડીંગ તથા આશીષ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી લીમીટેડ માં ભોગબનનાર રોકાણકારો ને બોલાવી તેમની પાસેથી પુરાવા લઇ સાહેદો તરીકે રાખી તેમની પાસેથી રોકાણ ની વિગતો મેળવી આ કોંભાડ કેટલા કરોડ રૂપીયાનું છે
અને આરોપીઓને ત્વરીત પકડી પાડવાની સુચના કરેલ હોય જેથી અમો પો.ઇન્સ . એ.એસ.ચાવડા તથા પો.સબ ઇન્સ . એ.બી.જાડેજા , એ.બી.વોરા તથા ડી – સ્ટાફના માણસો એ ગુન્હો દાખલ થતાની સાથે આરોપીઓને હસ્તગત કરી પુછપરછ ચાલુ કરવામાં આવેલ આ દરમ્યાન ભોગબનનાર રોકાણકારો પોલીસ સ્ટેશન આવવા લાગેલ અને તેમની પાસેથી રોકાણની વિગતો મેળવેલ . તેમજ આરોપીઓની પુછપરછમાં પ્રદીપભાઇ ખોડાભાઇ ડાવેરા નાઓ મુખ્ય કર્તાહર્તા હોય . તેઓ સને ૨૦૧૭ માં વલસાડ થી રાજકોટ રહેવા આવી પોતાની રીતે શેરબજાર ટ્રેડીંગનું કામ ચાલુ કરેલ હતું . બાદ રોકણકારોનો સંપર્ક કરી સારૂ રીર્ટન આપવાની લાલચ આપેલ હતી .
બાદ રોકાણકારોને રોકાણ પર સારૂ અને સમયસર રીર્ટન આપતા હોય તેમની પાસે રોકાણકારો વધવા લાગેલ હતા .
બાદ રોકાણકારોને એજન્ટો બનાવી એજન્ટો મારફત રોકાણ કરવાનું ચાલુ કરેલ હતુ . બાદ ૧૫૦ ફુટ રીંગ રોડ તૈયાટેલીફોન એક્ષચેન્જ પાસે આકૃતી બીજ હબમાં ઓફીસ નં .૨૦૧ માં સમય ટ્રેડીંગ થી પેઢી ચાલુ કરેલ . બાદ જુલાઇ ૨૦૧૯ માં ૧૫૦ ફુટ રીંગ રોડ શીતલપાર્ક પાસે આવેલ ધ સ્પાયર બિલ્ડીંગ પહેલો માળ ૧૦૬ ખાતે આશીષ ક્રેડીટ કો – ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી ચાલુ કરેલ હતી . આમ રોકાણકારોના રૂપીયા સમય ટ્રેડીંગ તથા સાંઇ સમય ટ્રેડીંગ તથા આશીષ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી લીમીટેડ માં એજન્ટો મારફતે રોકાવેલ હતા.
બાદ રોકાણ પર ડિસેમ્બર ૨૦૧૯ થી રીર્ટન આપવાનું બંધ કરેલ અને રોકાણકારોની રોકણ કરેલ રૂપીયા પરત આપવાનું ચાલુ કરેલ હતું . આ સમય ટ્રેડીંગ તથા સાંઇ સમય ટ્રેડીંગ તથા આશીષ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી લીમીટેડ માં રોકાણકારોના અંદાજે ૫૦ કરોડ રૂપીયાનું કોંભાડ થયેલ છે .
આરોપીઓના નામ – નામ સરનામું પ્રદીપભાઇ ખોડાભાઇ ડાવેરા – બોરીચા આહિર ઉ.વ .૩૦ ધંધો વેપાર રહે , ગ્રીનલેન્ડ ચોકડી પાસે મણીનગર શેરી નં .૬ કુવાડવા રોડ રાજકોટ દિવ્યેશભાઇ અશોકભાઇ કાલાવડીયા – પટેલ ઉ.વ .૩૨ ધંધો શેરબજાર રહે ગંગોત્રી મેઇન રોડ ટી.એ.નરાવ કોલેજ પાછળ નંદભુમી એપાર્ટમેન્ટ ફલેટ નં .૮૩૩ રાજકોટ હિતેશકુમાર મનસુખલાલ લુકકો – લોહાણા ઉ.વ .૪૧ ધંધો શેરબજાર રહે , ચંદનપાર્ક શેરી .૭ શ્રી કુંજ એપાર્ટમેન્ટ ફલેટ નં .૪૦૪ રાજકોટ ( COVID – 19 નો ટેસ્ટ કરાવી રીપોર્ટ આબે અટક કરવા પર બાકી ) શરૂઆત આ કામના આરોપી પ્રદીપભાઇ ડાવેરા નાઓ વલસાડ ખાતે રહેતા હોય શેરબજારમાં ટ્રેડીંગનું કામ ચાલુ કરેલ હતું . બાદ રાજકોટ સને ૨૦૧૭ માં રહેવા આવી શેરબજારમાં વધુ રોકાણ કરવા માટે રોકાણકારોનો સંપર્ક કરી રોકાણકારોને શેરબજારમાં રોકાણ કરવાથી નફા ઉપર રોકાણના ૧૦ ટકા લેખે રીર્ટન દર મહિને મળશે એમ વાત કરેલ હતી . જેથી રોકાણકારોને દર મહિને એક લાખ રૂપીયાના રોકાણ પર રૂ .૧૦,૦૦૦ / – એમ કુલ -૧૧ માસ રૂપીયા આપતા અને રોકાણકારોના મુળ રોકાણ પરત આપવાની વાત કરતા રોકાણકારો વધુને વધુ રોકાણ કરવા લાગેલ હતા . રોકાણ – આ રોકાણકારોના નાણા સેલીબ્રેશન કોમોડીટી તથા ટેડબુલ્સ ઇકવીટી કોમોડીટી તથા માસ્ટર કેપીટલ માં રોકાણ કરવામાં આવતુ હોવાનું જણાવેલ છે .
સમય ટ્રેડીંગ આ પ્રદીપભાઇ ડાવેરાએ રોકાણકારોને રોકાણ પર સારૂ રીર્ટન આપતા હોય અને એજન્ટો વધુ રોકાણકારો લાવતા હોય જેથી સમય ટ્રેડીંગ નામથી પેઢી ૧૫૦ ફુટ રીંગ રોડ રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે આકૃતીબીજ હબ બીજા માળે ઓફીસ નં.ર ૦૧ માં ચાલુ કરેલ હતી . તેમાં હિતેશભાઇ લુકકા તથા દિવ્યેશભાઇ કાલાવડીયા નાઓને પાર્ટનરશીપ રાખી ડીડ કરી સમય ટ્રેડીંગ પેઢી ચાલુ કરેલ હતી . જેમા ૯૦ ટકા માં પ્રદીપભાઇ ડાવેરા તથા ૫ ટકા માં હિતેશભાઇ લુકકા તથ ૫ ટકા માં દિવ્યેશભાઇ કાલાવડીયા નાઓ પાર્ટનરમાં રહેલ હતા જે બાબતે નોટરીરાઇઝ લખાણ કરાવેલ હતુ . સાંઇ સમય ટ્રેડીંગ – આ સાંઇ સમય ટ્રેડીંગ પેઢી બાબતે તપાસ ચાલુ છે . – આશીષ ક્રેડીટ કો ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી લીમીટેડ – જુલાઇ ૨૦૧૯ થી ૧૫૦ ફુટ રીંગ રોડ શીતલપાર્ક પાસે આવેલ ધ સ્પાયર બિલ્ડીંગ પહેલો માળ ૧૦૬ ખાતે આશીષ ક્રેડીટ કો – ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી ચાલુ કરેલ હતી . આ આશીષ ક્રેડીટ કો – ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી મહેસાણાની પાર્ટી પાસેથી ખરીદ કરી ચાલુ કરેલ હોવાનું જણાવેલ . આ આશીષ ક્રેડીટ કો – ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટીમાં ચેરમેન પ્રદીપભાઇ ડાવેરા નાઓ હતા . તેમજ વાઇસ ચેરમેન હિતેશભાઇ લુકકા તથા સેક્રેટરી તરીકે દિવ્યેશભાઇ કાલાવડીયા નાઓ હતા . તેમજ ઇલેકશન મેનેજર દિપકભાઇ કોટડીયા હતા . તેમજ ડાયરેકટર તરીકે પાર્થભાઇ જનકભાઇ ઝાલા તથા મોનીલભાઇ દિનેશભાઇ નાકરાણી તથા કમલેશભાઇ સાપોવાડીયા નાઓ હોવાની જાણ કરેલ છે . આ આશીષ ક્રેડીટ કો – ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટીની ઓફીસ ચાલુ કરેલ ત્યારે ૧૧૦ સભ્યો હતા . બાદ આ સભ્યોની સંખ્યા ૩૫૦ થયેલ હતી . રોકાણકારો સમય ટ્રેડીંગ પેઢીમાં આશરે ૧૦૦૦ જેટલા રોકાણકારો હતા . આ રોકાણકારોએ રોકડા તથા ચેકથી રોકાણ કરેલ હતું .
આ સમય ટ્રેડીંગમાં રોકાણકારો એક લાખથી પચાસ લાખ સુધીનું રોકાણ કરતા હતા . આ રોકાણકારોને એક લાખ રૂપીયા ના રોકાણ પર દરમહિને રૂ .૧૦,૦૦૦ / – એમ અગિયાર મહિના સુધી રૂપીયા ૧૦,૦૦૦ / – આપવમાં આવતા હતા . તેમજ મુળ રકમ પરત ન આપી રોકાણ કરવામાં આવતુ હતુ . રોકાણકારોને વધુ નફો મળતો હોય જેથી પતે તથા પોતાના સગાવહાલાના રૂપીયા તથા પર્સનલ લોન લઇ તેમજ નિવૃતની રૂપીયા રોકાણ કરતા હતા . તેમજ કેટલાક રોકાણકારો પોતાનું રોકાણ વધ્યા રાખે તે માટે મળતુ રીર્ટન તેમજ બીજી બચતના રૂપીયા રોકાણ કરાવતી હતી . એજન્ટો – શરૂઆતમાં રોકાણ કરેલ લોકોને સારૂ રીર્ટન મળતુ હોય જેથી અન્ય લોકોનો સંપર્ક કરી પ્રદીપભાઇ ડાવેરા પાસે રોકાણ કરાવતા બાદ સમય ટ્રેડીંગ પેઢીમાં રોકાણ કરાવતા હતા આ રોકાણ પર તેમને સારૂ એવું કમિશન પણ મળતુ હતુ . જેથી એજન્ટો પોતાના સમાજ તેમજ સગાવહાલા નો સંપર્ક કરતાઅર્ને વધુ રોકાણ કરાવી સારૂ એવુ કમિશન મેળવતા હતા .
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024