મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર ખાતે કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ માટે મેગા કેમ્પ યોજાયા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ
News Jamnagar April 03, 2021
જામનગર
૭૦૦થીવધુ લોકોનું રજીસ્ટ્રેશન.. વધુમાં વધુ નાગરિકોને વેકસીન લેવા મંત્રી નો અનુરોધ
જામનગર તા. ૦૩ એપ્રિલ, જામનગરમાં હાલ વિવિધ સ્થળોએ વેક્સિનેશન કેમ્પના આયોજનો કરાઇ રહયા છે. વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે માટે તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ સહયોગ સાધી ઝુંબેશ હાથ ધરી રહી છે ત્યારે આજે જામનગર મહાનગરપાલિકા તથા શંખેશ્વર પાર્શ્વનાથ યુવક મંડળ પટેલ કોલોનીના સંયુક્ત ઉપક્રમે માતુશ્રી વૃજકુંવરબેન સુંદરજી રતનસી સંઘવી, જૈન કન્યા છાત્રાલય ખાતે વિસ્તારના ૪૦૦થી વધુ લોકોને તેમજ જૈન સોશ્યલ ગ્રુપ જામનગર, નવાનગર અને સંગીની ફોરમ, નવાનગર તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શ્રી લોકાગચ્છની વાડી, ચાંદી બજાર ખાતે ૩૦૦થી વધુ લોકોને કોરોના વેક્સિન આપવા માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં વિસ્તારના ૪૫ વર્ષથી વધુના લોકોને રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .
આ તકે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે હાલમાં ફરીથી બીજા વેવમાં ભારત અને આપણા ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના પ્રતિરોધક રસી એ આપણા માટે આ રોગ સામે લડતનું હથીયાર સમાન છે. ત્યારે વધુમાં વધુ લોકો આ રસી લઇ અને સુરક્ષિત બને તે માટે જામનગરના જૈન કન્યા છાત્રાલય અને ખાતે ૪૦૦ થી વધુ અને લોકાગચ્છની વાડી, ચાંદી બજાર ખાતે ૩૦૦થી વધુ લોકોના રજિસ્ટ્રેશન સાથેના આ મેગા વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યા છે, ત્યારે હજુ પણ વધુ લોકો આ જ રીતે જાગૃત બની તત્કાલ રસી લે પોતે પોતાના પરિવાર અને સમગ્ર જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપે તેમ અનુરોધ કર્યો હતો.
મેયર બીનાબેન કોઠારીએ જામનગરના લોકોને આ સમગ્ર આયોજનનો લાભ લઇ, રસી લઇ પોતાને સુરક્ષિત કરવા માટે અપીલ સહ કહ્યું હતું કે, કોઈપણ જાતના ડર વગર લોકો રસીકરણ ઝુંબેશમાં જોડાય અને કોરોનાને હરાવવામાં સહયોગ આપે ત્યારે જ જીતશે જામનગર અને હારશે કોરોના.
આ કેમ્પમાં શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, જૈન સોશ્યલ ગ્રુપ જામનગર નવાનગરના પ્રમુખ મુકેશભાઈ સુતરીયા, સેક્રેટરીશ્રી મુગટ શાહ અને જોઇન્ટ સેક્રેટરી સુનિતાબેન મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024