મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
mask ફરજિયાત અભિયાન પૂન:સક્રિય માસ્ક ના પેહરનારને 1000 રૂપિયા દંડ
News Jamnagar April 04, 2021
રાજ્ય
રાજ્યભરમાં સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનર ઓને કડકપણે પાલન કરાવવા રાજ્ય પોલીસ મહાનિદેશકશ્રીની સૂચના
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને ઝુંબેશ શરૂ કરવા ડીજીપીશ્રીની તાકીદ
માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરી રૂ.૧ હજાર દંડની વસુલાત કરવા આદેશ
રાજ્યના પોલીસ મહાનિદેશક અને હેડ ઓફ પોલીસ ફોર્સ આશિષ ભાટિયાએ ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે.
રાજ્ય પોલીસ મહાનિદેશકએ તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષકશ્રી અને પોલીસ કમિશનરઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં દરેક વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરે અને માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂ.૧ હજારના દંડની પણ વસુલાત કરવામાં આવે.
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય હોઇ, રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રીએ સૌ નાગરીકો ફરજિયાત માસ્ક પહેરે તે માટેની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરવા પણ જિલ્લા પોલીસ અધિક્ષકઓ અને પોલીસ કમિશનરઓને તાકીદ કરી છે.
ફાઈલ તસવીર.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024