મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સૈનિક સ્કૂલ બાલાચડી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ની મેડિકલ પરીક્ષા માટે પ્રારંભિક કૉલ લિસ્ટ જાહેર કરાઇ
News Jamnagar April 04, 2021
જામનગર
જામનગર તા.૦૩ એપ્રિલ, સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રવેશ માટે ફેબ્રુઆરી ૨૦૨૧માં યોજાયેલ અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા ૨૦૨૦-૨૧ની પ્રારંભિક કૉલ સૂચિ સૈનિક સ્કૂલ બાલાચડીની વેબસાઈટ www.ssbalachadi.org પર પ્રકાશિત કરવામાં આવી છે.
આ પ્રારંભિક કૉલ સૂચિ વર્ગ-જાતિ પ્રમાણે જે તે શ્રેણીના ઉમેદવારોના ક્રમિક રોલ નંબર પ્રમાણે છે. દરેક ખાલી જગ્યા દીઠ ત્રણગણા ઉમેદવારોને મેડિકલ પરીક્ષાથી પસાર થવું જરૂરી છે. વધારે માહિતી માટે સૈનિક સ્કૂલ બાલાચડીની વેબસાઈટ પર જવા સૈનિક સ્કુલ બાલાચડીની યાદી દ્વારા જણાવવામાં આવે છે.
અંતિમ મેરિટ લિસ્ટ મે-૨૦૨૧(આશરે), સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવેલ ઉમેદવારોની મેડિકલ પરીક્ષા પૂર્ણ થયા પછી પ્રકાશિત કરવામાં આવશે.
Tags :
You may also like
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી મા અમૃતમ અને આયુષમાન કાર્ડ અંગે સજાગ રહો અને તબીબી સારવાર માટે દસ લાખ સુધી મફત લાભ મેળવો આ લ...
November 26, 2023