મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સાંસદ પૂનમબેન માડમે કોરોના સામેની લડતમાં સહભાગી થવા વેકશીનનો પ્રથમ ડોઝ લીધો
News Jamnagar April 05, 2021
જામનગર
વિશ્વના સમૃધ્ધ દેશો પણ જે નથી કરી શક્યા તે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે સાર્થક કરી બતાવ્યું છે સાંસદ પૂનમબેન માડમ
જામનગર અને દેવભૂમિ દ્વારકાના ૪૫ વર્ષથી ઉપરના નાગરિકોને
કોઇપણ જાતનો મનમાં ડર રાખ્યા વગર સ્વદેશી બનાવટની
વેકશીન લેવા અપીલ કરતાં સાંસદ પૂનમબેન માડમ
જામનગર તા. ૦૫ એપ્રિલ, નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-૧૯)ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના પ્રતિરોધક વેકશીન આપવામાં આવે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ તથા તેમના પરિવારજનોએ આજરોજ શહેરની જી.જી.હોસ્પિટલ ખાતે વેકશીનનો પ્રથમ ડોઝ લીધેલ હતો.
કોરોના વેકશીનનો પ્રથમ ડોઝ લીધા બાદ સાંસદશ્રી પૂનમબેન માડમે જામનગર અને દેવભૂમિ દ્વારકાના ૪૫ વર્ષથી ઉપરના નાગરિકોને કોઇપણ જાતનો મનમાં ડર રાખ્યા વગર સ્વદેશી બનાવટની વેકશીન લેવા અપીલ કરતાં જણાવેલ કે, સમગ્ર વિશ્વમાં સૌથી મોટું રસીકરણ જો ચાલતું હોય તો તે ભારત દેશમાં ચાલે છે. કોરોના સમયમાં મે પણ જાગૃત રહી આજે કોરોના સામે લડવા માટેનો પ્રથમ ડોઝ લીધેલ છે. સમગ્ર વિશ્વમાં ભારતમાં બનેલ વેક્સીનનો ઉપયોગ થતો હોય ત્યારે આપ સૌ ભારતિય નાગરિકે આ રસીકરણ અભિયાનમાં જોડાવા આહવાન કરતા જામનગર અને દેવભૂમિ દ્વારકાનો એક પણ નાગરિક આ રસીકરણ અભિયાનથી વંચિત ન રહે તે માટે ખાસ તકેદારી રાખવા અપીલ કરેલ હતી.
રસીકરણ કરાવી કોરોના સામેની લડાઇમાં જોડાવા આહવાન કરતાં સાંસદશ્રી પૂનમબેન માડમે વધુમાં ઉમેર્યું કે, ઇન્જેશન લીધા બાદ આડઅસર થાય છે તેવી અફવાઓ હતી પરંતુ મે વેકશીન લીધેલ છે વેકશીન લેવાથી કોઇપણ જાતની આડઅસર થતી નથી. વિશ્વના સમૃધ્ધ દેશો પણ જે નથી કરી શક્યા તે માનનિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે સાર્થક કરી બતાવ્યું છે. કોરોના સામેની લડતમાં સામાન્ય માનવીએ જે પહેલ કરેલ છે તે બદલ રસીકરણ પછીની પાયાની સુવિધાઓ તાત્કાલિક મળી રહે તે માટે સાંસદશ્રી તરફથી કીટ આપવામાં આવે છે.
આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમની સાથે મેયર બિનાબેન કોઠારી, ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રીમતી નંદીની દેશાઇ, કોવિડ હોસ્પિટલના નોડેલ ઓફિસર ડો. ચેટરજી ઉપસ્થિત રહ્યાં હતા.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024