મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોનાને નાથવા રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
News Jamnagar April 05, 2021
જામનગર
શહેરના ભાગ્યલક્ષ્મી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને જામનગર મહાનગરપાલિકના સહયોગથી જામનગર શહેરના વોર્ડ નંબર ૧ તથા ૨માં કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો
કોરોનાને નાથવા રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે
રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં વોર્ડ નંબર ૧ અને ૨ના નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી
વેકસીનેશન કરાવી કોરોના મહામારી સામે લડવા રાજયમંત્રી નો જામનગરના નાગરિકોને અનુરોધ .
જામનગર તા. ૦૫ એપ્રિલ, જામનગર શહેરમાં ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી આજરોજ શહેરના વોર્ડ નંબર ૧ અને ૨માં વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે ભાગ્ય લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અનુરોધ કરતાં શહેરના વોર્ડ નંબર- ૧ અને ૨માં રહેતા ૪૫ વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .
કોરોનાને નાથવા રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે તેમ જણાવતા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોના મહામારી સામેની જંગ લડી રહ્યો છે ત્યારે હાલમાં ફરીથી બીજા વેવમાં ભારત અને આપણા ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના પ્રતિરોધક રસી એ જ આપણા માટે આ રોગ સામે લડતનું હથીયાર સમાન છે. ત્યારે વધુમાં વધુ લોકો આ રસી લઇ અને સુરક્ષિત બને તે માટે આ મેગા વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યા છે, હજુ પણ વધુ લોકો આ જ રીતે જાગૃત બની તત્કાલ કોરોના પ્રતિરોધક રસી લઇ પોતે તથા પોતાના પરિવાર અને સમગ્ર જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ કેમ્પમાં મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા, શાશક પક્ષના નેતા શ્રીમતી હર્ષિદાબેન પંડયા, દંડક કેતનભાઇ ગોસાણી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, વોર્ડના કોર્પોરેટર સર્વ જયેન્દ્રસિંહ ઝાલા, શ્રીમતી ડિમ્પલબેનરાવલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિન્ડોચા, ભાજપ મહામંત્રી સર્વ વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઇ બાંભણીયા, વોર્ડ નંબર-૨ના ભાજપ પ્રમુખ પ્રજ્ઞેશભાઇ ભટ્ટ, મહામંત્રી સી.એમ.જાડેજા, ગોલ્ડન સીટીના પ્રમુખ દીગુભા જાડેજા તથા વોર્ડ નંબર ૧ અને ૨ના અગ્રણીઓ સર્વ ગુલાબસિંહ જાડેજા, વિશાલસિંહ ચુડાસમા, અજીતસિંહ જાડેજા, કૃપાબેન આલાભાઇ રબારી, પ્રેમજીભાઇ બાબરીયા, અનિલભાઇ બાબરિયા, વિજયભાઇ બાબરિયા, ઉંમરભાઇ ચમડીયા, અનવરભાઇ સંઘાર, ફિરોઝભાઇ પતાણી અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024