મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સ્પામાં નકલી પત્રકારોની ટોળકી તોડપાણી કરવા બનાવી સ્ટોરી અને આવી ગયા પોલીસના હાથે.
News Jamnagar April 06, 2021
રાજકોટ
સોનાનો ચેઇન ચોરાયા અંગેની ખોટી સ્ટોરી ઉભી કરી આરોપીઓએ રૂા.1.50 લાખનો તોડ કરવા પ્લાન ઘડેલો, ગાંધીગ્રામ પોલીસે આકરી પુછપરછ કરતા ભાંડો ફૂટયો : નકલી પત્રકારો ધો.8 થી 9 સુધી જ ભણેલા છે, ભૂતકાળમાં કોઇ તોડ કરેલો કે કેમ? તે અંગે તપાસ : ભોગ બનેલા લોકો પોલીસનો સંપર્ક કરે તેવી અપીલ
રાજકોટમાં નકલી પત્રકારોની ટોળકી તોડપાણી કરવા નીકળતા પોલીસે રંગેહાથ દબોચી લીધી છે યુનિવર્સીટી રોડ ઉપર આવેલ સ્પા પાર્લરમાં મસાજ કરાવ્યા બાદ સોનાનો ચેઇન ચોરી થઇ ગયો હોવાનો આરોપ મૂકી એન એન ન્યૂઝના નામે ચડી બેઠેલા છ શખ્સોએ દોઢ લાખની માંગણી કરતા ગાંધીગ્રામ પોલીસે સગીર સહીત 6 શખ્સોની ધરપકડ કરી છે પાંચેક દિવસ પૂર્વે ગોંડલ રામામંડળમાં મળ્યા ત્યારે તોડનો પ્લાન બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે
રાજકોટની સોમનાથ સોસાયટીમાં રહેતા અને યુનિવર્સીટી રોડ ઉપર અરિવા વેલનેશ એન્ડ હેલ્થકેર સ્પા સેન્ટર નામે વ્યવસાય કરતા સંજયભાઈ ટીકારામભાઇ સોનીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તેના સ્પા પાર્લરમાં મસાજ કરવા આવેલા શખ્સોએ સોનાના ચેઇનની ચોરીનો આરોપ મૂકી પત્રકાર તરીકેની ઓળખ આપી દોઢ લાખની માંગણી કરી બદનામ કરવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવતા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ગાંધીગ્રામ પીઆઇ ખુમાનસિંહ વાળા, પીએસઆઇ જનકસિંહ રાણા, પીએસઆઇ એચ વી સોમૈયા અને ડી સ્ટાફની ટીમે દોડી જઈ મસાજ કરાવવા ગયેલા રવિ પ્રકાશભાઈ લાડવા, એક સગીર, એન એન ન્યૂઝના નામે પત્રકાર તરીકેની ઓળખ આપનાર સંજય બાબુભાઇ મકવાણા, સુરેશ જીવરાજભાઈ પાટોલિયા સાથે ગયેલા મયુર કાંતિભાઈ પાણખાણીયા અને ગૌતમ અશોકભાઈ દેથરીયાને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી છે આ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં એસીપી પ્રમોદ દિયોરાએ જણાવ્યું હતું કે ફરિયાદીના સ્પા પાર્લરમાં ગત શનિવારે બે શખ્સોએ મસાજ કરાવ્યા બાદ પોતાનો સોનાનો ચેઇન ચોરાઈ ગયો છે.
તેવું કહી અન્ય બે સાગરીતોને તથા બે પત્રકારોને બોલાવી બદનામ કરવાની ધમકી આપી દોઢ લાખની માંગણી કરી હતી સ્પા સંચાલકે સમય સુચકતા વાપરી પોલીસને જાણ કરતા તુરંત સ્ટાફ દોડી ગયો હતો .તમામ 6 શખ્સોને અટકાયતમાં લીધા હતા પ્રાથમિક પૂછતાછમાં એન એન ન્યુઝ બરોડાના નામની ચેનલના બંને પત્રકારો હોવાનું અને પકડાયેલા તમામ ગોંડલના મોવૈયા ગામે પાંચેક દિવસ પૂર્વે રામામંડળ જોવા ગયા ત્યાં મળ્યા બાદ મિત્રતા થતા તોડનો પ્લાન ઘડ્યો હોવાનું જાણવા મળ્યું છે બે બોગસ પત્રકારો દોઢેક મહિનાથી એન એન ન્યૂઝના નામે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે સગીર સહીત તમામ આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેમની ધરપકડ કરી અન્ય કોઈ જગ્યાએ તોડ કર્યો છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરવામાં આવશે તેમજ બરોડા હેડ ઓફિસ ખાતે મનીષ જાદવ નામનો શખ્સ હેન્ડલિંગ કરતો હોય તે અંગે તપાસ કરવામાં આવશે આ ટોળકીનો કોઈ ભોગ બન્યું હોય તો પોલીસનો સંપર્ક કરવા એસપી પ્રમોદ દિયોરાએ જણાવ્યું હતું.
તોડ’કરવાના પ્રયાસમાં ઝડપાયેલા કથિત પત્રકારોએ રૂા.1500 થી રૂા.3500માં કાર્ડ કઢાવ્યા’તા
શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા એક સ્પામાં જઈ રૂ.1,50 લાખનો તોડ કરવા ગયેલા એનએન ન્યુઝના કથિત પત્રકારો જયરાજ, મયૂર કાંતિલાલ પાણખાણિયા,ગૌતમ અશોક દેથરિયા, સંજય બાબુ મકવાણા અને સુરેશ જીવરાજ પાડલિયા સહિત છ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી હતી.આ બનાવમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ એ વડોદરાથી માત્ર રૂ.1500 થી રૂ.3500 ના કાર્ડ કઢાવ્યા હતા
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024