મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોના પ્રતિરોધક રસી જ આપણા માટે આ રોગ સામે લડતનું હથીયાર સમાન છે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
News Jamnagar April 06, 2021
જામનગર
શહેરના ભાગ્યલક્ષ્મી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને જામનગર મહાનગરપાલિકના સહયોગથી જામનગર શહેરના વોર્ડ નંબર ૩ તથા ૪માં કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો.
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં વોર્ડ નંબર ૩ અને ૪ના નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી
૧૦૫ વર્ષના વયોવૃધ્ધ નરશીભાઇ સામાણીએ રસી મુકાવી અન્યોને પ્રોત્સાહીત કરતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાજય સરકારવતી અભિનંદન પાઠાવ્યા
વેકસીનેશન કરાવી કોરોના મહામારી સામે લડવા રાજયમંત્રીશ્રીનો જામનગરના નાગરિકોને અનુરોધ .
જામનગર તા. ૦૬ એપ્રિલ, જામનગર શહેરમાં ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી શહેરના વોર્ડ નંબર ૩ અને ૪માં વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે ભાગ્ય લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અનુરોધ કરતાં શહેરના વોર્ડ નંબર- ૩ અને ૪માં રહેતા ૪૫ વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .
નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-૧૯)ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના પ્રતિરોધક વેકશીન આપવામાં આવે છે તેમ જણાવતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોના મહામારી સામેની જંગ લડી રહ્યો છે ત્યારે હાલમાં ફરીથી બીજા વેવમાં ભારત અને આપણા ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના પ્રતિરોધક રસી જ આપણા માટે આ રોગ સામે લડતનું હથીયાર સમાન છે. ત્યારે વધુમાં વધુ લોકો આ રસી લઇ અને સુરક્ષિત બને તે માટે આ મેગા વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યા છે, હજુ પણ વધુ લોકો આ જ રીતે જાગૃત બની તત્કાલ કોરોના પ્રતિરોધક રસી લઇ પોતે તથા પોતાના પરિવાર અને સમગ્ર જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
વોર્ડ નંબર-૩માં પટેલ સમાજ ખાતે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સામાણી નરશીભાઇ દેવશીભાઇ ઉમર વર્ષ ૧૦૫ના વયોવૃધ્ધે રસી લીધેલ હતી. આ તકે રાજયમંત્રીશ્રી જાડેજા દ્વારા વયોવૃધ્ધ નરશીભાઇને કોરોના સામેના જંગમાં આગળ આવી રસી લેવા અને અન્ય લોકોને રસી મુકાવી પ્રોત્સાહિત કરવા બદલ રાજય સરકારવતી અભિનંદન પાઠવ્યા હતા.
આ કેમ્પમાં વોર્ડ નંબર – ૩ના કોર્પોરેટરો સર્વશ્રી સુભાષભાઇ જોષી, અલ્કાબા જાડેજા, પરાગભાઇ પોપટ, પન્નાબેન કટારીયા, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, વોર્ડ નંબર – ૩ના પ્રમુખ અશ્વિનભાઇ છાપીયા, મહામંત્રી નરેન્દ્ર ગઢવી, વોર્ડ નંબર – ૪ના કોર્પોરેટર સર્વ પૃથ્વીસિંહ ઝાલા, કેશુભાઇ માડમ, ઝડીબેન સરવૈયા, વોર્ડ નંબર – ૪ના પ્રમુખ વિજયસિંહ ગોહિલ, કિલ્લોલ સ્કુલના ધનશ્યામસિંહ ઝાલા તથા વેકશીન લેનાર નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024