મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પ્રજા ચિંતા ન કરે, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવો નિર્ણય લેવાશે: મુખ્યમંત્રી વિજય રૂપાણી
News Jamnagar April 06, 2021
સુરતમાં પ્રવર્તમાન કોરોના સંક્ર્મણની પરિસ્થિતિમાં કોરોના સંક્રમિત દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે બેડની સુવિધામાં વધારો કરવા, વેન્ટિલેટર, ઓક્સિજનની સુવિધા, જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રસીકરણમાં ઝડપ લાવવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. સુરતમાં કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા ત્રણ T- ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા અપનાવવા તેમજ લોકો માસ્ક પહેરે અને પૂરતું અંતર જાળવે તેની ઉપર વધુ ભાર મૂકવા જણાવ્યું હતું.
કોરોના સામેના સંઘર્ષમાં રાજ્ય સરકાર કોઈ જ પીછેહઠ કરશે નહીં.
હાઇકોર્ટના અવલોકન-રિપોર્ટ રાજ્ય સરકારને મળ્યા બાદ કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા થશે ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવાશે. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ બાબતે સરકાર અત્યંત ગંભીર છે અને તે માટે સરકાર દ્વારા આવશ્યક તમામ પગલાં લેવાઇ રહ્યાં છે. રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ વધારવામાં આવ્યું છે.
હાઇકોર્ટનાં આદેશ પછી લોકોનાં અધ્ધર ચડી ગયેલા જીવમાં CM રૂપાણીનાં નિવેદન પછી જીવમાં જીવ આવ્યો
હાલ દરરોજ 4 લાખથી વધુનું વેક્સિનેશન કરી રહ્યા છીએ, 70 લાખ લોકોને વેક્સિન આપી ચૂક્યા છીએ, આપણા હાથમાં હથિયાર છે, વેક્સિન છે, લોકો વેક્સિન લગાવે તે જરૂરી છે
કોરોનાનો કહેર વધ્યો છે, ગુજરાતમાં પણ સંક્રમણ વધ્યું છે. 4 મહાનગરો અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટમાં ટોટલ કેસના કેસ આ ચાર મહાનગરોમાં જોઇ રહ્યા છીએ. અન્ય જિલ્લાઓમાં પણ કેસ વધ્યા છે. 1 વર્ષથી પ્રજાના સહકારથી કોરોના સામે લડ્યા અને સંઘર્ષ કરતા આવ્યા છીએ. જે રીતે દેશભરમાં કોરોનાનું વાતાવરણ છે. હજુ પણ કેસ વધશે. તેનાથી આપણે ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.
હાલ દરરોજ 4 લાખથી વધુનું વેક્સિનેશન કરી રહ્યા છીએ. 70 લાખ લોકોને વેક્સિન આપી ચૂક્યા છીએ. આપણા હાથમાં હથિયાર છે, વેક્સિન છે, લોકો વેક્સિન લગાવે તે જરૂરી છે. તો માસ્ક વ્યવસ્થિત પહેરે છે તેમાં 2 ટકા જ કોરોના થાય છે. તો 98 ટકા લોકો બચી જાય છે. 104 તરફથી વાન પહોંચી ઝશે અને ચેક કરીને ટ્રિટ મેન્ટ શરૂ થઇ જશે. 50 સંજીવની રથ વધારીને 100 સંજીવની રથ થાય તેવી વ્યવસ્થા કરી છે. હોસ્પિટલમાં ઝડપથી બેડ મળી જાય તે માસુરતમાં જે ચર્ચા કરી છે તેમાં 3-4 નિર્ણય કર્યા છે. કે સુરતમાં ખાનગી નર્સિંગો 10-20 બેડ નર્સિંગ ચલાવે છે તેમને પણ કોવિડ કેર ચલાવવાની મંજૂરી આપી છે.ત્યાં આઇસીયૂ ન હોય અને ટ્રિટ મેન્ટ આપે, જેમ કોવિડ રજિસ્ટ્રર હોસ્પિટલ છે ત્યાં બેડ રોકાય નહીં અને ત્યાં અલગ ટ્રિટમેન્ટ થાય એટલા માટે આ છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
હાઇકોર્ટની ચર્ચા થઇ છે, કમલ ત્રિવેદી એડવોકેટ સાથે વાતચીત થઇ છે. આજે રાત્રે વકિલ તરફથી સમગ્ર રિપોર્ટ મળશે. હાઈકોર્ટે જે કહ્યું છે તે સંદર્ભમાં અમને મળશે, અમારો કોર ગ્રુપ ચર્ચા કરશે. કોઇ ડિટેઇલ વધુ નથી મારી પાસે. લોકો ચિંતા ન કરે. સરકારનો સ્પષ્ટ અભિગમ છે, કોરોના સામેના સંઘર્ષમાં કોઇ પીછેહઠ થશે નહીં. લોકોને તકલીફ ન પડે અને કોરોના પણ લોકોને ન થાય તે પણ અમારી જવાબદારી છે. લોકોના હિતમાં અમે નિર્ણય કરીશું. 800 બેડ હોસ્પિટલમાં બેડ વધારીએ છીએ. 300 નવા વેન્ટિલટર મળશે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં અછત ન પડે.સાથે રેમડેસિવીર ઇન્જેક્શન કોવિડનો ઇલાજ કરે છે. તેની માંગ અને સોર્ટેજ છે. તો રાજ્ય સરકારે ગઇકાલે 3 લાખ રેમડેસિવીર ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. ગુજરાતમાં જ કેડિલા ઝાયડસ કંપની બનાવે છે, ત્યાંથી સપ્લાઇ શરૂ થઇ ચૂકી છે. કાલથી નિયમિત મળતા રહેશે.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025