મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નાળીયેરીની ખેતી કરતા ખેડૂતો માટે જાણવાં જેવું ખેતી બચાવવા આટલું કરવું .
News Jamnagar April 07, 2021
જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકાના નાળીયેરીની ખેતી કરતા ખેડૂતો જોગ સંદેશ.
જામનગર તા. ૦૭ એપ્રિલ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાળીયેરીની ખેતી કરતા તમામ ખેડૂતમીત્રોને જણાવવાનું કે, હાલમાં નાળીયેરી પાકમાં સફેદ માખીનો ખૂબ જ ઉપદ્રવ જોવા મળેલ છે.
જેમાં સફેદ માખી નાળિયેરીના પાનમાંથી રસ ચુસી અને ચીકણો સ્ત્રાવ કરે છે જેના કારણે નાળીયેરી પાન પર કાળીફુગનો ઉપદ્રવ પણ જોવા મળે છે. આ જીવાતના નિયંત્રણના કોઈ પગલાં લેવામાં ના આવે તો નાળીયેરી ધીરે ધીરે સુકાઈ જાય છે.
આ જીવાતના નિયંત્રણ માટે બગીચામાં ચોખ્ખાઈ રાખવી તથા બગીચામાં પરજીવી જિવાતો જેવી કે કાળા તથા લાલ દાળીયા, લીલી ફુદડીની વસ્તી વધે તેવા પ્રયત્નો કરવા. પર્યાવરણ માટે સલામત હોય તેવી જૈવિક જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરીયા બાસીયાના ૮૦ ગ્રામ અથવા નીમ ઓઇલ ૫૦ મીલી અથવા કરંજ ઓઇલ ૫૦ મીલી પ્રતિ પંપ મુજબ ભેળવી છંટકાવ કરવો. એઝાડીરેકટીન ૨૫ ટકા ૧૫ મીલી અથવા કાર્બોસલ્ફાન ૨૫ ઇસી ૧૫ મીલી દવાને તેટલા જ જથ્થામાં પાણીમાં લઈ પ્લાસ્ટિકની કોથળીમાં નાખી મૂળ દ્વારા માવજત આપવી.
જો ખૂબ વધુ ઉપદ્રવ જોવા મળે તો રાસાયણિક જંતુનાશકો જેવી કે એસીટામાપ્રીડ ૨૦ એસપી ૫ થી ૬ ગ્રામ અથવા બાફેનથ્રીન ૧૦ ઇસી ૭.૫ મીલી અથવા સ્પાઇરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૫ થી ૨૦ મીલી પ્રતિ પંપ મુજબ કોઈ એક દવા ભેળવી સમગ્ર ઝાડ આવરી લેવાય તે રીતે છંટકાવ કરવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024