મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોંગ્રેસના ધારાસભ્યના પી.એ.ના ત્રાસ અને બાગાયત ખેતી કૌભાંડ આચર્યું હોઈ તેવા ગંભીર આક્ષેપો ને લઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું .
News Jamnagar April 07, 2021
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ના રેટા કાલાવડ ગામે જમીન મુદ્દે રાજકીય વગ ધરાવતા હોય તેના કારણે અવાર નવાર હેરાન પરેશાન કરતા હોય ત્યારે આજ રોજ કુંતીબેન અરજણભાઈ કારાવદરા સહિત અંદાજિત 100 જેટલા લોકો એકઠા થયા હતા અને જામખંભાળીયા ના ધારાસભ્ય ના પીએ દ્વારા હેરાનગતિ કરતા હોવાને લઇ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.
(વિડીયો ન્યૂઝ જોવા માટે આમરા fb page ની મુલાકાત લીઓ.)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા માં આવેલ નાના એવા ગામ રેટા કાલાવડ કે જે ગામા માં રહેતા કુંતીબેન અરજણભાઈ કારાવદરા તેના પરિવાર સાથે રહેતા હોય અને તેના માલિકી ના ખેતરમાંથી રસ્તો નીકળતો હોઈ તેવી છેલ્લા ત્રણ વર્ષથી આરોપ પ્રત્યારોપ થતો હોય ત્યારે રોડ રસ્તા ના પ્રશ્ને મોટો રાજકીય રંગ અપાઈ ચુક્યો છે.
અને ખંભાળીયા ના ધારાસભ્ય વિક્રમ માડમ ના પીએ એ તેની રાજકીય વગ ના આધારે અરજદાર ને હેરાનગતિ કરતા હોવાથી તાજેતરમાં જ અરજદાર ના સાસુ એ ઝેરી દવા પી લીધી હતી અને સારવાર માટે પોરબંદર ખસેવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ ફરી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી .અને ધારાસભ્ય વિક્રમ માડમ ના પીએ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા અને સાથેજ બાગાયત ખેતીમાં કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો , આજે જિલ્લા કલેકટર ને કુંતીબેન અરજણભાઈ કારાવદરા એ તેના 100 જેટલા ટેકેદારો સાથે એક આવેદનપત્ર પાઠવી યોગ્ય કરીવાહી કરવા માંગ કરી હતી.
જેમાં અરજદાર તેમના પરિવાર સાથે ભાણવડ તાલુકાના રેટાકાલાવડ ગામે સયુંકત નામે રેવન્યુ સર્વે નંબર .૯૨૬ તથા ૯૨૮ થી આવેલ છે તથા રેવન્યુ સર્વે નંબર .૫૪ થી અરજદારના પતિના નામથી આવેલ છે આ જમીનો પૈકી રે.સ.નં .૯૨૬ તથા રે.સ.નં .૯૨૮ ઉપર રેટાકાલાવડ ગામના રામશીભાઈ ગોવાભાઈ મારૂ કે જે ખંભાળીયા ના ધારાસભ્ય વિક્રમભાઈ માડમના પી.એ.તરીકે કાર્યરત હોય તેઓએ રાજકીય પીઠબળના આધારે મોટુ જુથ ઉભું કરી ને અમારી જ માલીકીમાં રસ્તા સબંધે નો નવો હક ઉભો કરવામાં આવ્યો હતો અને અમને તે મુદ્દે અવાર નવાર હેરાન કરતા હોય ત્યારે આ મુદ્દે અનેક વખત લગત અધિકારીઓ ને તેઓએ ખોટી રજુઆત કરી હતી બાદમાં અમારી તરફેણમાં અધિકારીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો છતાં પણ અમને ફરીથી પરેશાન કરતા હતા ત્યારે હુકમ અમારી તરફેણમાં થયો ત્યારે અમારો પરીવાર છેલ્લા ત્રણેક વર્ષથી આ પ્રશ્નનો ને લઈ ને પરેશાન છે અને જાનથી મારી નાખવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે ત્યારે આ અંગે અરજદાર ના પિત એ રાજ્ય ના મુખ્ય સચિવ , રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી , દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જિલ્લા એસપી ને ખોટી રીતે હેરના કરવામાં આવ્યા છે.
તે મુદ્દે રજુઆત કરી હતી પરંતુ હજુ સુધી યોગ્ય નિકાલ નથી આવતા આજે ફરીથી અમને અને અમારા પરિવારજનો ને કોઈ પણ જાતની મદદ મળેલ ન હોય મારા પતિ અનેક ગંભીર બિમારીઓથી પીડાતા હોય કયાંય બહારના કામો માટે જવું હોય તો તે જી શકતા નથી માટે મારા કુટુંબની તમામ જવાબદારી મારા દિકરા રામભાઈ ઉપર હોય ત્યારે ધારાસભ્ય વિક્રમ માડમ ના પીએ રામશીભાઈ ગોવાભાઈ મારૂ તથા તેના મળતીયા દ્વારા કરાયેલ અનેક ખોટા કામો ને લઈ ને હેરના કરવામાં આવે છે.
અને મારા પુત્ર એ માહિતી માંગી અને જે કૌભાંડો બહાર ન આવે તે માટે મારા દિકરાને રામશીભાઈ ગોવાભાઈ મારૂના ભત્રીજા ઓએ તેમના દ્વારા કરવામાં આવતા કૌભાંડોમાં કાર્યવાહી ન કરવા માટે ધાકધમકી આપી હતી ત્યારે હાલ પોલીસ પ્રોટેક્શન મળે અને અમને ખોટી રીતે હેરાનગતિ થી થકી ને હવે પોલીસ રક્ષણ મળે તે માટે અમને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજ રોજ કુંતીબેન કારાવદરા એ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું…
અહેવાલ. દેશૂર ધામા.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024