મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક પ્રયત્નશીલ છે.
News Jamnagar April 08, 2021
અમદાવાદ
અમદાવાદમાં આવેલ સિવિલ મેડિસીટીની યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ખાતે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક મળી. રાજ્યના નાગરિકોને કોરોનાના સંક્રમણથી બચાવવાના મક્કમ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને સંક્રમણ અટકે તે માટે પણ રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક પ્રયત્નશીલ છે. રાજ્યમાં વિવિધ ખાનગી નર્સિંગ ગૃહમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની રેમડેસીવીર ઇન્જેક્શનને લગતી પ્રાથમિક સારવારની જરૂરિયાત સંતોષવા દર્દીઓને સારવાર માટે મંજૂરી આપવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં કોમ્યુનીટી હોલ સહિત અન્ય સરકારી માળકીય સુવિધા ધરાવતા સ્થળોએ નિષ્ણાંત નર્સિંગ સ્ટાફ અને તબીબોની હાજરીમાં રેમડેસીવીરની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સારવાર આપવા માટેનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી વિવિધ હોસ્પિટલને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યપપત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલની સાથે – સાથે મંજુશ્રી મિલ કંપાઉન્ડ સ્થિત નવી કિડની હોસ્પિટલને પણ કોરોના ડેડીકેટેડ હોસ્પિટલમાં પરિણમવામાં આવી છે.
મંજુશ્રી હોસ્પિટલ 418 બેડની ક્ષમતા ધરાવે છે. મંજુશ્રી હોસ્પિટલનું સંચાલન સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં વધુ 200 જેટલી પથારી વધારીને મંજુશ્રી હોસ્પિટલની કેપીસીટી 600 જેટલી કરવામાં આવશે. વેન્ટીલેટર થી લઇ અન્ય અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સુખાકારીમાં વધારો કરશે.
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના નવા બિલ્ડીંગમાં પણ કોરોના દર્દીઓની સારવાર માટે બેડની કેપીસીટી વધારીને 175 કરાઇ છે. જ્યારે યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટીટ્યુટના નવા બિલ્ડીંગમાં 130 પથારી કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવી છે. આવી જ રીતે અમદાવાદ શહેરની અન્ય એક જી.સી.એસ. હોસ્પિટલમાં પણ 160 પથારી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અલાયદી ફાળવવામાં આવી.
અમદાવાદ મ્યુનિસીપીલ કોર્પોરેશન સંચાલિત 1000 પથારી ધરાવતી એસ.વી.પી. હોસ્પિટલ જેમાં અગાઉ 500 બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અલાયદા રાખવામાં આવ્યા હતા તેની પણ ક્ષમતા વધારીને સંપૂર્ણ પણે 1000 બેડને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવી.
રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુ. કોર્પો દ્વારા સંચાલિત એસ.એમ. શાહ મેડિકલ કોલેજમાં પણ 240 પથારીની કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
સિવિલ મેડિસીટી સંકુલમાં કુલ 1332 દર્દીઓ હાલ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. તદ્ ઉપરાંત હાલની પરિસ્થિતીએ પણ 488 જેટલી વેન્ટિલેટર સહિતની પથારી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ખાલી છે. ગઇ કાલે રાત્રે રાજ્ય સરકારની માંગ પ્રમાણે 3 લાખ વેક્સિનનો જથ્થો રાજ્યમાં આવ્યો છે. રાજ્યમાં 3 લાખ રેમડેસીવીર ઇન્જેક્શનનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે ગઇ કાલે 35 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં પહોંચતો કરવામાં આવ્યો છે. આની સાથે સાથે ખાનગી કંપનીઓ દ્વારા પણ 35 હજાર ઇન્જેકશનનો જથ્થો ગુજરાતની અન્ય ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવ્યો હોવાનું જણાવી રાજ્યમાં ઇન્જેકશનની સારવારની જરૂરિયાત ઘરાવતો કોઇપણ દર્દી તેનાથી વંચિત ન રહી જાય તે માટે સરકાર સંકલ્પબધ્ધ છે. તાજેતરમાં જ માન. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચાના પરિણામ સ્વરૂપ કેન્દ્રમાંથી તબીબી નિષ્ણાંત ડૉ. રણદીપ ગુલેરીયા દ્વારા રાજ્યના તબીબોને બાળકોમાં જોવા મળી રહેલા કોરોનાના લક્ષણો વિષે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આવનારા દિવસોમાં કેન્દ્રમાંથી વિવિધ ટીમ રાજ્યના વિવિધ શહેરોમાં જઇ હોસ્પિટલની મુલાકાત લઇ સમગ્ર પરિસ્થિતિનું વિહંગાવલોકન કરીને સમીક્ષા કરશે.
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023