મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
250 થી 300 દર્દીઓ અતિ ગંભીર હાલતમાં: કોરોનાનો કહેર હવે બાળકો અને યુવાનોમાં પણ જોવા મળે છે.જી.જી.કોવિડ હોસ્પિટલના વોર્ડમાં 6 થી વધુ બાળકો સારવાર હેઠળ હોવાનું પણ જણાવ્યું .
News Jamnagar April 09, 2021
જામનગર
જામનગર માં આવેલ જી.જી.કોવિડ હોસ્પિટલમાં કોરોના ના નવા કેસો નું ભારણ વધતા હોસ્પિટલ પ્રશાસન દ્વારા ગાઈકલે સાંજે યોજવામાં આવી હતી પત્રકાર પરિષદ.
શું કહે છે ડો .ચેટરજી આ વીડિયો.જોવા માટેઅમારા ફેસબુક પેજ ની મુલાકાત લીઓ.
250 થી 300 દર્દીઓ અતિ ગંભીર હાલતમાં: ડો.ચેટરજી
જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં 3 એપ્રિલથી 8 એપ્રિલ દરમ્યાન 300થી વધુ કેસો સારવાર માટે દાખલ થયા છે. છેલ્લા પાંચ દિવસમાં ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓનો વધારો થયો છે.આવા ગંભીર દર્દીઓ 250 થી 300 હાલ વેન્ટીલેટર અને ઓકિસજન ઉપર હોવાનુંજી.જી.હોસ્પિટલના કોવિડ ઇન્ચાર્જ ડો.ચેટરજીએ જણાવ્યું હતું. જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ નું ભારણ સતત વધી રહ્યું છે ત્યારે હોસ્પિટલ સત્તાવાળાઓને હોસ્પિટલ ની જૂની બિલ્ડિંગમાં વધારે વોર્ડ શરૂ કરવા ની ફરજ પડી શકે છે.
તેમ હોસ્પિટલ ના સીનીયર અને કોવિડ ના નોડલ અધિકારી ડો.એસ.એસ.ચેટરજી એ પત્રકારો સાથે ની વાતચીત માં જણાવ્યું હતું.આ પત્રકાર પરિષદ માં એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડિન ડો.નંદીની દેસાઈ, જી.જી.હોસ્પિટલ ના તબીબી અધિક્ષક ડો.તિવારી, ડો.ભુપેન્દ્ર ગૌસ્વામી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો સબીર દલ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024