મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આવતી કાલથી મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ માટે નવી લેબોરેટરી કાર્યરત થઇ જશે.
News Jamnagar April 09, 2021
મોરબી
જિલ્લાના ગ્રામ્ય વિભાગમાં વિવિધ સમાજોના સહકારથી કોવિડ કેર સેન્ટર થકી નવા 500 બેડ ઉભા કરાશે.
મેડિકલ ઓક્સિજનની પૂરતી સપ્લાય ઉપલબ્ધ છે પરંતુ સામાજિક સંસ્થાને મેડિકલ ઓક્સિજન માટે મીની પ્લાન્ટ સ્થાપવા માટે પણ વહિવટી તંત્રને સૂચના.
રેમડેસિવિર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં છે. નવા 700 ઇન્જેક્શન આવતી કાલે ફાળવાશે.
મોરબીના પ્રજાજનોને નમ્ર અનુરોધ− ‘દવાઇ ભી, કડાઇ ભી’ના સૂત્રને ધ્યાનમાં રાખી લોકો રસીકરણ ઝુંબેશમાં પણ સહભાગી બને.
મોરબીમાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે કલેક્ટર કચેરી મોરબી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. મોરબીમાં કોરોનાની સ્થિતિની વિગતો મેળવીને નિયંત્રણ માટે જરૂરી સૂચનો કર્યાં હતાં. મોરબીમાં સ્થિતિ નિયંત્રણમાં છે, દવાઇ ભી કડાઇ ભીના સૂત્રને ધ્યાનમાં રાખી લોકો રસીકરણ ઝુંબેશમાં પણ સહભાગી બને. કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા ગુજરાતે અસરકારક પગલાં લીધા છે.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંદર્ભે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ (ત્રણ ટી) પર ભાર મૂકી સ્પષ્ટ કહ્યું કે, ગુજરાત સરકાર લોકોની સમજદારી-સાવધાનીના સહયોગ સાથે કોરોનાની વર્તમાન સ્થિતિના પડકારને પાર પાડશે. જે ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધુ હોય ત્યાં સમગ્ર ગામનું કોરોના ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે. વધુમાં જણાવ્યું હતું કે, મોરબીમાં મેડિકલ ઓક્સિજનની પૂરતી સપ્લાય ઉપલબ્ધ છે જો કે તાકીદની જરૂરીયાતને ધ્યાને લઇ સામાજિક સંસ્થાને મેડિકલ ઓક્સિજન માટે મીની પ્લાન્ટ સ્થાપવા માટેની કાર્યવાહી કરવા પણ વહિવટી તંત્રને સૂચના આપવામાં આવી છે.
આવતી કાલથી મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ માટે નવી લેબોરેટરી કાર્યરત થઇ જશે.મોરબીમાં સરકારી 280 સહિત અંદાજે 900 બેડની વ્યવસ્થા છે. હજુ ખાનગી હોસ્પિટલો, ટ્રસ્ટો, સમાજોના સહકારથી કોરોનાની માઇલ્ડ-સામાન્ય અસરવાળા દર્દીઓને ગ્રામ્ય કક્ષાએ સારવારની સુવિધા મળી રહે તે માટે લોકસહયોગ અને સરકારના સંકલનથી નવી 500 બેડની સુવિધા ઉભી કરાશે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024