મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કાકા ની કોરોના અંગે ની સારવાર લેવા માટે લાઈનમાં ઉભુ રહેવુ ના પડે તે માટે બન્યો બોગસ ips અધિકારી.ર
News Jamnagar April 10, 2021
રાજકોટ
રાજકોટ સરકારી પી.ડી.યુ. હોસ્પીટલ કોરોના કંટ્રોલરૂમ ખાતે આઇ.પી.એસ. અધિકારી હોવાની ખોટી ઓળખ આપી બોગસ આઇ.ડી. કાર્ડ બતાવનાર ઇસમને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ .
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પો . સબ ઇન્સ . વી . જે . જાડેજા તેમની ટીમને ખાનગીરાહે માહિતી મળેલ કે રાજકોટ સરકારી પી.ડી.યુ.હોસ્પીટલ કોરોના કંટ્રોલરૂમ ખાતે એક ઇસમ છેલ્લા ચારેક દિવસથી આવતો હોવાનું અને તે પોતે આઇ.પી.એસ. અધિકારી હોવાનુ જણાવી આઇ.પી.એસ. અધિકારી હોવા અંગેનુ આઇ.ડી. કાર્ડ બતાવતા હોવાનું અને તે ખરેખર આઇ.પી.એસ. અધિકારી નહી હોવાનુ જણાતુ હોવાની માહિતી મળતા તુરતજ પો . સબ ઇન્સ . વી . જે . જાડેજા તથા એ.એસ.આઇ. જયેશભાઇ નીમાવત , પો . હેડ કોન્સ . હીતેન્દ્રસિંહ ઝાલા નાઓ સરકારી પી.ડી.યુ. હોસ્પીટલ કોરોના કંટ્રોલરૂમ ચૌધરી હાઇસ્કુલ ખાતે જઇ મળેલ માહિતીની ખરાઇ કરતા નીચે જણાવેલ ઇસમ મળી આવતા જેની પુછપરછ કરતા મજકુર પોતે પ્રથમ આઇ.પી.એસ. અધિકારી હોવાનું જણાવેલ અને તે અંગેનું આઇ.ડી. કાર્ડ પણ બતાવેલ અને જેથી તેની વધુ પુછપરછ કરતા મજકુર પોતે આઇ.પી.એસ. અધિકારી નહી હોવાનું અને પોતે બોગસ બનાવટી આઇ.ડી. કાર્ડ આઇ.પી.એસ. અધિકારીનું પોતાના નામનું બનાવેલ હોવાનું જણાવતા મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ .
આરોપી સંકેતભાઇ રાજકુમારભાઇ મહેતા ઉવ .૨૪ ધંધો નોકરી રહે . મંગલમ એપાર્ટમેન્ટ ૨૦૨ , શ્રોફ રોડ , કીતાબઘર પાસે , રાજકોટ કબજે કરેલ મુદ્દામાલ આરોપી સંકેતભાઇ રાજકુમારભાઇ મહેતા પાસેથી તેઓએ તેના નામ તથા ફોટા સાથેનું આઇ.પી.એસ. અધિકારી હોવાનું આઇ.ડી. કાર્ડ બનાવેલ છે તથા એક મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ .૧૦,૦૦૦ / – નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે .
ગુન્હો કરવાની મોડસ ઓપરેન્ડી ( એમ.ઓ )
મજકુર ઇસમ જેણે બી.એસ.સી. બાયો ટેકનોલોજી સુધીનો અભ્યાસ કરેલ છે અને હાલ પોતે જામનગર નેશલે ઇન્ડિયા કંપનીમાં ન્યુટ્રીશ્યન ઓફિસર તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે જેની હાલ સુધીની પુછપરછ કરતા મજકુર ઇસમના બનેવીના કાકા જેઓ હાલ સરકારી પી.ડી.યુ. હોસ્પીટલ ખાતે કોરોના અંગેની સારવારમાં દાખલ હોય જેથી સરકારી હોસ્પીટલ ખાતે હાલ દર્દીનો ખુબજ ધસારો હોય લાઇનમાં ઉભુ રહેવુ પડતુ હોય જેથી મજકુરે પોતાની જાતે પોતાના લેપટેપમાં ઓનલાઇન ગુગલમાં સર્ચ કરી સીમ્બોલ મેળવી આઇ.પી.એસ. અધિકારી તરીકેનું બોગસ બનાવટી આઇ.ડી. કાર્ડ પોતાના નામ તથા ફોટા વાળુ બનાવી બાદ પોતે છેલ્લા ચારેક દિવસથી સરકારી હોસ્પીટલ કોવીડ કંટ્રોલરૂમ ખાતે જઇ ત્યા હાજર મેડિકલ સ્ટાફના માણસોને પોતે આઇ.પી.એસ. અધિકારી હોવાનુ જણાવી આઇ.ડી. કાર્ડ બતાવતો હોવાનું ખુલવા પામેલ છે . સંદરહુ બાબતે ક્રાઇમ બ્રાન્ચના પો . સબ ઇન્સ . વી . જે . જાડેજા નાઓએ બોગસ આઇ.પી.એસ. અધિકારી તરીકે ઓળખ આપનાર ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે .
અપીલ ઉપરોકત ઇસમ જે પોતે આઇ.પી.એસ. અધિકારીની ઓળખ આપી બોગસ આઇ.પી.એસ. અધિકારીનું આઇ.ડી. કાર્ડ બતાવતો હોય જેથી આ ઇસમ દ્વારા અન્ય કોઇ વ્યકિતને આ રીતે આઇ.પી.એસ. અધિકારી તરીકેની ઓળખ આપેલ હોય અને કોઇ ભોગ બનેલ હોય તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ નો સંપર્ક કરવા વિનંતી છે . કામગીરી કરનાર ક્રાઇમ બ્રાન્ચ પો . ઇન્સ . વી . કે . ગઢવી , પો . સબ ઇન્સ . વી . જે . જાડેજા , એ.એસ.આઇ. જયેશભાઇ નીમાવત , પો . હેડ કોન્સ . હીતેન્દ્રસિંહ ઝાલા .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024