મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગાંધીનગર મનપાની ચૂંટણી મૌકુફ, રાજ્ય ચૂંટણી પંચે કરી જાહેરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ દ્વારા થયેલ રજૂઆત સફળ રહી . ચૂંટણીપંચ દ્વારા લેવાયેલા નિર્ણય
News Jamnagar April 10, 2021
ગાંધીનગર
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી કોરોનાને કારણે મૌકુફ રાખવામાં આવી છે. આ અંગે રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મૌકુફ રાખવા માટે કોંગ્રેસ-ભાજપના પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાને પણ રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરી હતી.
ગાંઘીનગર સહીત ગુજરાતમાં કોરોનાનો વધી રહેલા કહેરને ધ્યાને લઈને, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મૌકુફ રાખવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ અમિત ચાવડાએ કરેલી રજુઆત બાદ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ચૂંટણી મોકુફ રાખવા રજૂઆત કરી હતી. ત્યારે ચૂંટણી પંચે વધી રહેલા મહામારીને લઇ ચૂંટણી સ્થગિત કરી છે.
મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાના નિર્ણયને ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે આવકાર્યો . ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે , ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ તથા મુખ્યમંત્રી દ્વારા હાલ કોરોના મહામારી અંતર્ગત રાજ્યમાં યોજાનાર આગામી ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી બાબતે રાજ્ય ચુંટણી આયોગને પ્રજાહિતમાં 18 એપ્રિલે યોજાનાર ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરવામાં આવેલ હતી જેના અનુસંધાને આજરોજ તા .૧૦.૦૪.૨૦૨૧ ના રાજ્ય ચુંટણી પંચ દ્વારા કોરોનાના વધતાં સંક્રમણના કારણે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી તારીખો નક્કી ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવાનો લેવાયેલ આ નિર્ણયને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટિલ આવકારે છે અને ભાજપાના કાર્યકર્તાઓને કોરોનાના સમયમાં વેક્સિનેશન તેમજ સેવાકીય કાર્યોમાં જોડાવા અપીલ કરી છે .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024