મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
છોટી કાશી માં અંત્યેષ્ટિ માટે સવલતમાં વધારો કરાયો એક વધારે ફેરનેસ કાર્યરત કરવામાં આવી રહી છે .વધુ વિગત માટે વાંચો આ અહેવાલ
News Jamnagar April 12, 2021
જામનગર
હાલમાં કોરોના મહામારીના કારણે મૃત્યુ આંક વધ્યો છે, અને સુરત, વડોદરા, રાજકોટ સહિતના મહાનગરોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં અવરોધ ઊભા થયા છે.
સ્મશાન ગૃહમાં મોટી સંખ્યામાં અંત્યેષ્ટિ માટે કતારો લાગી છે, અંતિમ સંસ્કાર પ્રક્રિયામાં કલાકોની પ્રતિક્ષા અનિવાર્ય બની રહી છે, કોરોનાગ્રસ્ત મૃતદેહોના અગ્નિદાહ માટે સ્વજનો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે જામનગરના એક સ્મશાન ગૃહ દ્વારા વિશેષ સવલત ઊભી કરવામાં આવી છે.
શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિર સ્મશાન ગૃહમાં વિદ્યુત ભઠ્ઠી તો વર્ષોથી કાર્યરત છે જ, …પરંતુ વધારાની સુવિધારુપે અહીં ગેસ આધારિત એક વધુ ફરનેસ કાર્યરત થઈ રહી છે.
સમાજના સમય-શક્તિનો બચાવ તો થશે જ… સાથોસાથ પર્યાવરણ બચાવવા તરફી પણ આવકારદાયક પગલું બની રહેશે.
છોટી કાશીમાં અંત્યેષ્ટિ માટે સવલતમાં વધારો કરાયો પ્રવર્તમાન સમયમાં જેની સવિશેષ આવશ્યકતા સર્જાણી છે , તે માનવીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર પ્રયિામાં જામનગરમાં સહાયક્ષ બને તે માટે ‘ છોટીકાશી ” ના ગાંધીનગર સ્થિત સ્મશાન ગૃહ ( મોક્ષ મંદિર ) માં વિશેષ સવલત સ્થાપિત કરવામાં આવી છે .
આ સ્થળે ગેસ આધારિત એક વધારે ફેરનેસ કાર્યરત કરવામાં આવી રહી છે . જે તા . ૧૩ / ૦૪ / ૨૦૨૧ ને મંગળવારે સવારના ૦૯.૦૦ કલાકે સમાજને અર્પણ કરાશે . ખાસ નોંધઃ આ નૂતન વ્યવસ્થાની સાથોસાથ વિદ્યુત ભઠ્ઠી પણ ચાલુ જ રહેશે .
ટ્રસ્ટી ગણ મોક્ષ મંદિર સમિતિ ગાંધીનગર , જામનગર , મો . ૮૭૩૩૯ ૩૯૩૯૦ .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024