મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દર્દીના પરિજનો કંટ્રોલ રૂમની સેવાઓનો લાભ લે, કોવિડના દર્દીઓના પરિવારજનોને વહીવટી તંત્રનો અનુરોધ
News Jamnagar April 12, 2021
જામનગર
કોવિડના દર્દીઓના પરિવારજનોને વહીવટી તંત્રનો અનુરોધ
દર્દીના પરિજનો કંટ્રોલ રૂમની સેવાઓનો લાભ લે, હોસ્પિટલ- વોર્ડથી દૂર રહે.
૦૨૮૮-૨૫૫૩૧૫૨, ૦૨૮૮-૨૫૫૩૧૫૩, ૦૨૮૮-૨૫૫૩૧૬૭, ૦૨૮૮-૨૫૫૩૧૬૮ પર સંપર્ક કરવા અપીલ
અન્ય જિલ્લાના દર્દીઓ માટે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરાઇ
જામનગર તા. ૧૨ એપ્રિલ, હાલ કોરોના મહામારીની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમણનો ભોગ બન્યા છે, સતત કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે જામનગર ખાતે સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમની જી.જી.હોસ્પિટલમાં જામનગર જિલ્લાના દર્દીઓ સિવાય હાલ મોરબી, રાજકોટ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ આવી રહ્યા છે. વળી દર્દીઓના પરિવારજનો હોસ્પિટલની આસપાસના અને હેલ્પ ડેસ્કના વિસ્તારમાં સતત રહેતા હોય છે જેના કારણે આ સંક્રમિત વિસ્તારમાંથી તેમને પણ સંક્રમણ લાગવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે.
આ અંગે અન્ય જિલ્લાના દર્દીઓના પરિજનો માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અલગ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમજ તંત્ર દ્વારા પરિવારજનોને અનુરોધ કરવામાં આવે છે કે, કંટ્રોલરૂમ દ્વારા સતત દર્દીના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવે છે. કન્ટ્રોલ રૂમના નંબર દ્વારા પરિવારજન પણ પોતાના પરિજનની માહિતી ફોન પર મેળવી શકે છે. આ માટે દસથી બાર લોકોની વિશેષ ટીમ સતત કાર્યરત છે
ત્યારે લોકો કંટ્રોલ રૂમની સુવિધાઓનો લાભ લે અને હોસ્પિટલની આસપાસના વિસ્તારથી દૂર રહી પોતાને સંક્રમણથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં સહયોગ આપે. આ ઉપરાંત દર્દીના પરિવારજનો પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ફોન નં.૦૨૮૮-૨૫૫૩૧૫૨, ૦૨૮૮-૨૫૫૩૧૫૩, ૦૨૮૮-૨૫૫૩૧૬૭, ૦૨૮૮-૨૫૫૩૧૬૮ પર સંપર્ક કરી હોસ્પિટલમાં દાખલ રહેલ પોતાના પરિવારજનના સ્વાસ્થ્ય વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકશે પરિવારજનને કોઇ પણ પ્રશ્ન હશે તેના માટે સંતોષકારક ઉત્તર કંટ્રોલરૂમ દ્વારા આપવામાં આવશે, લોકો હોસ્પિટલ જવાનું ટાળે. આ મહામારી ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે ત્યારે લોકો ઘરે રહી આ કંટ્રોલ રૂમની સેવાઓનો લાભ લઇ પોતાના પરિવારજનોનો સંપર્ક કરે અને પોતે તેમજ પરિવારના અન્ય સભ્યોને પણ સંક્રમણથી સુરક્ષિત રાખવામાં સહયોગ આપે તેમ નિયામક ગ્રામવિકાસ એજન્સી રાજેન્દ્ર રાયજાદા દ્વારા અપીલ કરવામાં આવે છે.
દર્દીના પરિજનો કંટ્રોલ રૂમની સેવાઓનો લાભ લે, કોવિડના દર્દીઓના પરિવારજનોને વહીવટી તંત્રનો અનુરોધ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024