મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર ઉધોગનગરમાં સ્વૈચ્છીક લોકકડાઉન નો લેવાયો નિર્ણય જાણો ક્યારે બંધ રહશે ઉધોગનગર.
News Jamnagar April 13, 2021
જામનગર
કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાને લઇ વેપાર/ઉદ્યોગ જગત દ્વારા સ્વયંભૂ બંધ.
જામનગર શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાના કેઇસો સતત વધતા જાય છે અને સ્થિતિ ગંભીર બનતી જાય છે.
ત્યારે આ સંક્રમણની ચેઇન તોડવી જરૂરી હોય જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન, જી.આઈ.ડી.સી પ્લોટ/શેડ હોલ્ડર્સ એસોસિએશન, જામનગર બ્રાસ ફાઉન્ડરી એસોસિએશન તથા સંલગ્ન સંસ્થાઓ દ્વારા આગામી તા. ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલ ૨૦૨૧ અનુક્રમે શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ જામનગરના વેપાર/ઉદ્યોગને સ્વયંભૂ બંધ રાખવા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ છે.
તો પરિસ્થિતિની ગંભીરતા સમજી દરેક ઉદ્યોગકારોને માનવતા દાખવી તેમના એકમોને જડબેસલાક બંધ રાખી અને ખાસ કરીને આ બંધ દરમ્યાન સૌ ઉદ્યોગકારો/કામદારમીત્રો તેમના ઘેર જ રહી આ કપરી પરિસ્થિતિમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવામાં સહયોગ આપે તે માટે પ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલાની યાદીમાં જણાવાયું છે.
નિશિત આચાર્ય આસી.મેનેજર-એડમીન
જા.ફે.ઓ.એ.-જામનગર
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024