મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઇસ્લામ ધર્મમાં પવિત્ર રમઝાન માસ નું વિશેષ મહત્વ છે. આવતીકાલે પ્રથમ રોઝૂ
News Jamnagar April 13, 2021
જામનગર
ઇસ્લામી કેલેન્ડરની મુજબ આજે 30 ચાંદ છે જો આજે સાંજના ચાંદ દેખાય તો કાલથી રમઝાન માસ પ્રારંભ થશે.
ઇસ્લામધર્મના પવિત્ર માસ રમઝાન માસ શરૂ થવાના આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય મુસ્લિમ સમાજમાં રૂહાની માહોલ છવાય જશે. ઇસ્લામી કેલેન્ડરની આજે 30 ચાંદ મુજબ સાંજે જો ચાંદ દેખાય તો આવતીકાલે રમઝાન માસનું પ્રથમ રોઝુ થશે.અત્રે ઉલલ્લેખનિય છે કે ગત વર્ષે કોરોના લોકડાઉનમાં રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘેર રહીને જ ખુદાની ઇબાદત કરી હતી.
કોરોના વાયરસની મહામારીનો ફૂંફાડો હજુ યથાવત રહેવા પામેલ હોય તેમજ રાજ્ય અને જામનગર રાત્રીના 8 વાગ્યાથી રાત્રી કર્ફયુ લાગી જતો હોય મુસ્લિમ બિરાદરો આ વખતે પણ રમઝાન માસમાં ઇશાની અને તરાવીહની નમાઝ પોતાના ઘરે જ અદા કરવી પડશે.
ઇસ્લામ ધર્મમાં રમઝાન માસનું વિશેષ મહત્વ રહેલું છે. આ પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો રોઝા રાખી જકાત ખેરાત કરી પુણ્યનું ભાથુ બાંધશે.જયારે બીજી તરફ સૂર્યદેવે આકાશમાંથી અગન ગોળા વરસાવવાનું શરૂ કરી દીધુ હોય રોઝેદારોની આકરા તાપમાં આકરી કસોટી થશે. આવતીકાલથી જ પવિત્ર ઇબાદતનો ગણાતા રમઝાન માસનો પ્રારંભ થનાર હોય મુસ્લિમ સમાજમાં ઉત્સાહ છવાઇ જવા પામેલ છે. રમઝાન માસને મનાવવા માટે મુસ્લિમ સમાજ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.આ
ગઈકાલે સલીમ બાપુ કાજી એ ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
માહે રમઝાનુલ મુબારક ૧૪૪૨ હીજરી કા ચાંદ નઝર નહીં આયા . તમામ અહબાબે એહલે સુન્નત વલ જમાઅત કો ઇત્તેલા દી જાતી હે કે મોરેખા ૨૯ શાબાનુલ મોઅઝઝમ ૧૪૪૨ હીજરી મુતાબીક , ૧૨ એપ્રીલ ૨૦૨૧ બરોઝ પીર બાદ નમાઝે મગરીબ ચાંદ દેખ ને કી કોશીષ કી ગઇ , મતલા સાફ હોને કે બાવજુદ ચાંદનઝર નહીં આયા ઔર ના કહી સે ચાંદ કી રૂયત કી ખબર મોસુલ હુઇ . લેહાઝા ૩૦ વી કે એતબાર સે ૧૪ એપ્રીલ ૨૦૨૧ બરોઝે બુધ માટે રમઝાનુલ મુબારક કી પહેલી તારીખ હોગી ઇન્શાઅલ્લાહ તઆલા .કાજી એ ગુજરાત , સૈયદ મોહંમદ સલીમ અહેમદ કાદરી . મુકતી મુઝઝખ્ખીલ સાહબ બરકાતી . મુફતી સુલેમાન સાહબ બરકાતી , શહર કાઝી – જામનગર . મુફતી અચ્ચર અલી સાહબ – જામનગર ,
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025