મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કમિશ્નરનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતી .મીટિંગ તેમાં જુદા જુદા સમાજોના પ્રતિનિધિઓ દ્વારા ? હૈયાધારણા આપેલ હતી .વાંચો આ અહેવાલ
News Jamnagar April 14, 2021
જામનગર
જામનગર શહેરનાં કોવિડ ૧૯ પરિસ્થિતિને ધ્યાને લઈ કમિશ્નરનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતી.મીટિંગઆ સમાજોના પ્રતિનિધિઓ હાજર રહેલ જેઓ ધ્વારા કોવિડ દર્દીઓનાં સગા – સબંધીઓ માટે રહેવાની જમવાની વ્યવસ્થા કરવાની હૈયાધારણા આપેલ હતી.
જામનગર શહેરનાં કોવિડ ૧૯ પરિસ્થિતિને ધ્યાને લઈ શહેરની મુખ્ય જી.જી. હોસ્પીટલમાં કોરીનાના જે દર્દીઓ દાખલ થાય છે તેમની સાથે બહારગામથી આવતા સગા – સબંધીઓ શહેરમાં યોગ્ય સગવડ સાથે રહી શકે તથા કોરોનાં સંક્રમણ ન થાય તે હેતુથી શહેરમાં જુદા – જુદા સમાજની વાડીઓ તથા છાત્રાલય કે જેમાં રહેવા – જમવાની વ્યવસ્થા થઈ શકે તેનાં પ્રતિનિધિઓની મીટીંગ મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં ગઈકાલે તા .૧૩ / ૦૪ / ૨૦૨૧ ના રોજ બપોરે ૧ :૦૦ કલાકે માન .કમિશ્નરનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતી.
આ મીટીંગમાં શહેરના જુદા – જુદા ૩૦ જેટલા સમાજને જાણ કરવામાં આવેલ તે પૈકી ૧૭ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ તથા માન , ચેરમેન સ્ટે . કમિટી , માન . નાયબ કમિશ્નર , માન . આસી . કમિશ્નર પણ ઉપસ્થિત રહેલ . મીટીંગની શરૂઆતમાં ઉપસ્થિત પ્રતિનિધિઓનું સ્વાગત કરી કમિશ્નર દ્વારા શહેરની કોરોનાં સંદર્ભમાં અધતન માહિતી , તંત્રના પ્રયાસો , ઉપલબ્ધ સુવિધાઓ બાબતે વાકેફ કરવામાં આવેલ હતાં તથા કોરોનાની પરિસ્થિતિમાં તમામ સમાજના સક્રિય સહયોગની આવશ્યકતા જણાવેલ હતી .
ત્યારબાદ માન .ચેરમેનએ પોતાના વકતવ્યમાં માં જણાવેલું કે , જો સમાજ ધ્વારા જ પોતાની વાડીમાં જ દર્દીઓના પરીવાર માટે રહેવાની અથવા તો સારવારની પણ જો વ્યવસ્થા કરવામાં આવે તો પોતાના જ સમાજનું કેમ્પસ હોય , માનસિક રીતે પણ તેઓને સધીયારો રહે તેમ જણાવેલ . આ મીટીંગમાં ઉપસ્થિત જુદા – જુદા સમાજો જેવા કે , લોહાણા સમાજ , પટેલ સમાજ , આહિર સમાજ , રાજપૂત સમાજ , ઓશવાળ સમાજ , સતવારા સમાજ બ્રહમ સમાજ , ભાનુશાળી સમાજ , જૈન સમાજ , મારૂ કંસારા સમાજની વાડીઓનાં પ્રતિનિધિઓ હાજર રહેલ જેઓ ધ્વારા કોવિડ દર્દીઓનાં સગા – સબંધીઓ માટે રહેવાની જમવાની વ્યવસ્થા કરવાની હૈયાધારણા આપેલ હતી તથા સહકારપુર્ણ વાતચીત સાથે આ મીટીંગ પુર્ણ થયેલ હતી .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024