મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કાળા બજાર કરતા એસ.વી.પી. હોસ્પિટલનો બ્રધર અને તેની બહેન ૯ રેમડેસીમીર ઇજેકશન સાથે ઝડપી પાડતી , શહેર ક્રાઈમ બ્રાન્ચ
News Jamnagar April 14, 2021
અમદાવાદ
કોરોના સંક્રમીત દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઇજેકશનોનું કાળા બજાર કરતા ત્રણ ઇસમોને ૯ રેમડેસીમીર ઇજેકશન સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર , ક્રાઈમ બ્રાન્ચ . અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંગ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર.મંડલીક સાહેબનાઓએ હાલમાં ચાલતી કોરોના મહામારીમાં કોરોના સંક્રમીત દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઇજેકશનોનું કાળા બજાર થઇ રહેલા હોવાના સમાચાર પ્રસિધ્ધ થયેલ હોય તેમજ સોશિયલ મિડીયામાં મેસેજ વાયરલ થયેલ જેથી આવા . રેમડેસવીર ઇન્જકશનોના કાળા બજાર કરતા ઇસમોને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને સુચના કરેલ . જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ચાવડાનાઓના સીધા માર્ગદર્શન હેઠળ સ્કોડના પો.સ.ઇ. એ.પી.જેબલીયા તથા સ્ટાફના માણસો અમદાવાદ શહેરમાં રેમડેસવીર ઇજેકશનોના કાળા . બજાર કરતા ઇસમોને શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં હતાં .
તે દરમ્યાન તા .૧૩ / ૦૪ / ૨૦૨૧ ના રોજ પો.સ.ઇ.શ્રી એ.પી.જેબલીયા તથા પો.કો. ભગીરથસિંહ વિજેન્દ્રસિંહનાઓને બાતમી હકીકત મળેલ કે “ રેમડીસેવર ઇજેકશનની કેટલાક ઇસમો કાળા બજાર કરી રહેલા હોય અને એક ઈસમ નામે અક્ષર વિનોદભાઈ વાજા છે .
જે એસ.વી.પી. હોસ્પિટલમાં બ્રધર તરીકે નોકરી કરે છે ગોમતીપુર ખાતે રહે છે . તે ઇસમ રેમડેસીવીર ઇજેકશનનો . જથો પોતાની બહેન મારફત કોઈ જગ્યાએથી વગર પાસ – પરવાને લાવી બજાર કિંમત કરતા ઉંચા ભાવે ગેરકાયદેસર વેચાણ કરે છે . ” જે બાતમી આધારે એક બોગસ ગ્રાહકને તૈયાર કરી બોગસ ગ્રાહકને હકીકત સમજાવી છટકુ ગોઠવી.બોગસ ગ્રાહક મારફતે સંપર્ક કરાવી અક્ષર વિનોદભાઈ વાજાને મળતાં રેમડેસીવીર ઈજેકશન બાબતે વાત કરતાં તેને ૧ ઈજેકશના રૂ . ૧૨૦૦૦ / – એ રીતે ૯ રેમડેસીવીર ઈજેકશન પેટે રૂ . ૧,૦૮,૦૦૦ / – ચુકવવા પડશે તેમ જણાવી . ગોમતીપુર શ્રીરામજીના ખાંચા પાસે લઈ ગયેલ , ત્યાં થોડીવારમાં એક સ્ત્રી ઈસમ પોતાની પાસે પ્લાસ્ટીકની થેલીમાં ૯ રેમડેસીવીર ઈજેકશન લઈ આવતાં . બોગસ ગ્રાહક તથા પંચો સાથે હાજર હતાં .
તે સમય દરમ્યાન આરોપી ( ૧ ) અક્ષર વિનોદભાઈ વાઝા , ઉ.વ. ૩૯ , રહે . પ ૯૭ શ્રીરામજીનો ખાંચો , ગોમતીપુર અમદાવાદ ( ૨ ) વિધી વિનોદભાઈ વાઝા , ઉં.વ . ૩૯ , રહે . સદર તથા ( ૩ ) હરીઓમ જવાહરલાલ લોહાર , ઉ.વ .૨૭ , રહે.ગામ – ઓબરી તા સાગવાડા જી – ડુંગરપુર નાને ઝડપી પાડેલ બોગસ ગ્રાહકને આપેલ ૯ મડેસીવીર ઇજેકશન જેની કુલ કિ.રૂ. ૪૪,૮૨૦ / – તથા મોબાઈલ ફોન ૧ કિ.રૂ. ૨૫૦૦૦ / મળી કુલ રૂ . ૬૯,૮૨૦ / -ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ . પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં અક્ષર વિનોદભાઈ વાઝા જે અગાઉ પોતાની સાથે એસ.વી.પી. હોસ્પીટલમાં નોકરી કરતાં હરીઓમ જવાહરલાલ લોહાર રહે – ગામ – ઓબરી તા – સાગવાડા જી – ડુંગરપુર રાજસ્થાન નામના ઈસમ પાસેથી મંગાવતા તેણે પોતાની બહેન વિધી વિનોદભાઈ વાઝાને આપી ગયેલ હોવાનું અને તે હાલમાં પોતાના એક મિત્રના ઘરે બી / ૬૪ , સરદારકુંજ સોસાયટી , શાહપુર બાયસેન્ટર અમદાવાદ ખાતે આવેલ હાજર હોવાનું જણાવેલ . હાલમાં કોરોના વાયરસની મહામારીમાં રેમડેસવીર ઇજેકશનોની માંગ વધતા પોતે આ ઇન્જકશનો તેની પાસેથી ખરીદ કરી અમદાવાદ શહેરમાં ઉંચા ભાવે વેચાણ કરી પોતે તથા પોતાની બહેન વિધીએ આર્થિક લાભ મેળવવા સારુ મંગાવેલ હોવાનું જણાવેલ . જેથી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધમાં ડી.સી.બી. પો.સ્ટે . પાર્ટ ‘ એ’ગુ.ર.નં , ૧૧૧૯૧૦૧૧૨૧૦૦૩૯ /૨૧,ઇ.પી.કો કલમ ૪૨૦ , ૩૪ , ૧૨૦ ( બી ) , આવશ્યક ચીજ વસ્તુ અધિનીયમ કલમ ૭ ( ૧ ) ( a ) ( ii ) તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૩ તથા ઔષધ અને પ્રસાધનો સામ્રગી અધિનિયમ કલમ -૨૭ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.જેની આગળની તપાસ પો.સ.ઇ.શ્રી એ.પી.જેબલીયા નાઓ ચલાવી રહેલ છે . હાલમાં આરોપીઓની વધુ પૂછપરછ કરી રેમડેસીવીર ઇજેકશનો કોને કોને અને કેટલા ભાવથી વેચાણ કરેલ છે . તેમજ આવા ઇન્જકશનો સંગ્રહ કરી રાખેલ છે કે કેમ ? તેમજ આવા કાળા બજારના . કારોબાર સાથે સંકળાયેલા બીજા ઇસમોને શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધરેલ છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024