મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
માનવતા મહેકી સ્મશાગૃહમાં અગ્ની સંસ્કાર માટે નિઃશુલ્ક મહાજન પરિવાર દ્વારા લાકડા તથા અન્ય ચીજોની સુવીધા ઉપલબ્ધ કર્યા.
News Jamnagar April 15, 2021
જામનગર
માનવતાની મહેક ઈતિહાસ સાક્ષી છે મહાજનોની દાતારીનો હાલની કોરોનાની મહામારીએ રેંદ્ર સ્વરૂપ ધારણ કરેલ છે . ઘણા પરિવારોના સ્વજનો આ મહામારીમાં આ ફાની દુનીયા છોડીને જતા રહયા છે . હાલની પરિસ્થીતીએ જામનગરમાં અંતીમ સંસ્કાર માટે પણ જગ્યા મળવી મુશ્કેલ બન્યું છે ,
કયારેય ન જોયા હોય તેવા દ્રશ્યો અંતીમ સંસ્કાર માટેની કતારોના જોવા મડી રહયા છે . જામનગરથી નજીક આવેલ લાખાબાવળ ગામે સ્મશાનગૃહ ( સોનાપુરી ) માં મૃત સ્વજનો માટેના અગ્ની સંસ્કાર માટે ગામ લાખાબાવળના વતની હાલ જામનગર સ્વ . ભરતભાઈ હંસરાજ ગોસરાણી | શાહ ( યુનો ) ના પરિવારજનો જીતુભાઈ શાહ તથા પરાગભાઈ શાહ દ્વારાલાખાબાવળના સ્મશાગૃહમાં અગ્ની સંસ્કાર માટે નિઃશુલ્ક લાકડા તથા અન્ય ચીજોની સુવીધા ઉપલબ્ધ કરેલ છે . આવી પરીસ્થીતીમાં કોઈ પણ પરિવારના સ્વજન મૃત્યુ પામે તો અગ્ની સંસ્કાર માટે લાખાબાવળ સોનાપુરી સ્મશાનગૃહમાં વિના સંકોચે મૃતદેહ લઈ જઈ અગ્ની સંસ્કાર કરી શકાશે.
સ્વ . ભરતભાઈ હંસરાજ ગોસરાણી | શાહ ( યુનો ) ના પરિવારના દ્વારા લાખાબાવળ મુકામે બે ભવ્ય શુશોભીત પ્રવેશ દ્વારાનું નિર્માણ થઈ રહેલ છે જે લાખાબાવળની શોભામાં અભીવૃધ્ધી કરે છે . આ ઉપરાંત લાખાબાવળની ગૌશાળામાં પાણીના બે બોર કરાવી આપવામાં આવેલ છે . જયારે જયારે ગ્રામજનોને જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે ત્યારે આ દાનવીર દાતા પરિવાર તરફથી હર હંમશે સાથ સહકાર આપવામાં આવેલ છે . માદરે વતનને મદદરૂપ થવાની તેમની ભાવનાને સલામ ધન્યવાદ . વધુ માહીતી માટે લાખાબાવળના સરપંચ ભરતસીંહ જાડેજા ( ૯૯૨૫૧૯૪૫૪૫ ) , જીતુભાઈ શાહ ( ૯૮૯૮૫૪૧૭૧૭ ) , શ્રી પ્રફુલભાઈ સુમરીયા ( ૯૯૨૪૫૩૩ પર ૧ ) , કમલભાઈ ગોસરાણી ( ૯૯૨૪૫૪૯૫૯૫ ) .
અહેવાલ. સબીર દલ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024