મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અંદાજિત રૂપિયા 300 કરોડ ના હેરોઇન નો જંગી જથ્થા સાથે 8 પાકિસ્તાનીને ઝડપી લેવાયા ગુજરાત ATS, દ્વારકા SOG અને કોસ્ટગાર્ડ સયુંકત કામગીરી.
News Jamnagar April 15, 2021
નશાના કાળા કારોબારમાં પાકિસ્તાન ની નાપાક હરકતને નિષ્ફળ બનાવતી ગુજરાત ATS અને દ્વારકા SOG ને મહત્વની સફળતા પ્રાપ્ત થઈ.
ભારતીય તટરક્ષક દળે શંકાસ્પદ પાકિસ્તાની માછીમારી બોટમાંથી નાર્કોટિક્સનો જથ્થો જપ્ત કર્યો
ગુરુવાર, 15 એપ્રિલ 2021
ATS ગુજરાત સાથે સંયુક્ત ગુપ્તચર આધારિત ઓપરેશનમાં ભારતીય તટરક્ષક દળ (ICG), જખૌ, ગુજરાત દ્વારા 14-15 એપ્રિલની રાત્રી દરમિયાન પાકિસ્તાની બોટ ‘NUH’માંથી 30 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સંબંધે બોટમાંથી 08 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
13 એપ્રિલ 2021ના રોજ, પાકિસ્તાની બોટ દ્વારા ભારત- પાકિસ્તાન રાષ્ટ્રીય IMBL નજીક નાર્કોટિગ્સનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની આશંકા સંબંધે ઇનપુટ્સ પ્રાપ્ત થયા હતા. આ ઇનપુટ મળવાથી, તાકીદના ધોરણે ભારતીય તટરક્ષક દળ દ્વારા ATS ગુજરાતના સહયોગથી સંકલિત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શંકાસ્પદ પાકિસ્તાની બોટને આંતરવા માટે તટરક્ષક દળ ફાસ્ટ ઇન્ટરસેપ્ટર બોટ ATSના અધિકારીઓ સાથે મોકલવામાં આવી હતી.
14-15 એપ્રિલ 2021ની રાત્રી દરમિયાન, શંકાસ્પદ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં મળી આવી હતી અને ICG દ્વારા તેને આંતરવામાં આવી હતી. બોટ પર જઇને તપાસ કરવામાં આવતા અંદાજે 1 કિલો વજનનું એક એવા હેરોઇનના 30 પેકેટ બોટમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરવામાં આવેલા નાર્કોટિક્સનું આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત મૂલ્ય રૂપિયા 300 કરોડ
છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, દાણચોરીના આ જથ્થાને ગુજરાતના દરિયાકાંઠે ઉતારવાનો હતો. વધુ શોધખોળ અને સંયુક્ત તપાસ માટે આ બોટ અને 08 પાકિસ્તાની ક્રૂને જખૌ લાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં 18 માર્ચ 2021ના રોજ, લક્ષદ્વીપ ટાપુઓ નજીકથી ICG દ્વારા 300 કિલો હેરોઇન, 05 AK-47 રાઇફલ અને 1000 રાઉન્ડ ગોળીઓના જથ્થા સાથે SLB રવિહંસી જપ્ત કરવામાં આવી હતી, જે મૂળ મકરાન દરિયાકાંઠેથી આવી હોવાની આશંકા છે. તે પહેલાં, ICG દ્વારા માર્ચ 2021માં SLB અકર્શા દુવાને સફળતાપૂર્વક પકડી પાડવામાં આવી હતી જેમાં 200 કિલો હાઇ ગ્રેડ હેરોઇન અને 60 કિલો ગાંજો લઇ જવામાં આવી રહ્યો હતો અને પેટ્રોલિંગ દરમિયાન ICGનું જહાજ જોતા તેને દરિયામાં જ ત્યજી દેવામાં આવી હતી. નવેમ્બર 2020માં આવા જ એક ઓપરેશનમાં, ICGએ કન્યાકુમારી નજીકથી શ્રીલંકાની બોટ શેનાયા દુવા પકડી પાડી હતી જેમાં અંદાજે રૂપિયા 1000 કરોડની કિંમતનો 120 કિલો નાર્કોટિક્સનો જથ્થો અને પાંચ હથિયારો લઇ જવામાં આવી રહ્યાં હતા.
છેલ્લા એક વર્ષમાં ICG દ્વારા સફળતાપૂર્વક અંદાજે રૂપિયા 5200 કરોડનો 1.6 ટન નાર્કોટિક્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હોવાથી ડ્રગ્સના દાણચોરોની મોટાપાયે પાછીપાની થઇ છે. ICGના પ્રારંભથી અત્યાર સુધીમાં તેમણે કુલ રૂપિયા 11,252 કરોડના ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024