મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સુપ્રીમ કોર્ટ દ્વારા વસીમ રિઝવીની અરજી ફગાવી રદ થતા જામનગરમાં મોં મીઠા કરાવી ખુશી વ્યક્ત કરાઇ હતી.
News Jamnagar April 16, 2021
જામનગર
જામનગર તા.16
ઓલ ઇન્ડિયા શિયા વકફ બોર્ડના ચેરમેન સૈયદ વસીમ રિઝવીની અરજી ફગાવી દઇ સુપ્રિમ કોર્ટે વસીમ રિઝવીને 50 હજારનો દંડ ફટકારતા મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર જન્મી હતી. આ અવસરે જામનગરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોં મીઠા કરાવી ખુશી વ્યક્ત કરાઇ હતી.જામનગર ઓલ ઇન્ડિયા શિયા વકફ બોર્ડના ચેરમેન સૈયદ વસીમ રિઝવીએ તા.26-2-2021ના રોજ સુપ્રિમ કોર્ટમાં પીએલઆઇ દાખલ કરી કુર્આન શરીફમાંથી 26 આયતો દૂર કરવાની માંગણી કરતા ભારતભરમાં મુસ્લિમ આક્રોશ ફાટી નિકળ્યો હતો. મુસ્લિમોએ તેમનો પ્રચંડ વિરોધમાં રેલીઓ અને પ્રદર્શન અને આવેદન આપી ફરિયાદો નોંધાવી હતી.
up
સુપ્રિમ કોર્ટમાં આ પીએલઆઇ દાખલ કરી વસીમ રિઝવીએ ભારતભરની જાણીતી મુસ્લિમ સંસ્થાઓ અને સેન્ટ્રલના તથા રાજ્યોના જુદા જુદા વકફ બોર્ડ સહિતના 80 જણાને પક્ષકાર તરીકે જોડેલ. ત્રણ જજની બનેલી સુપ્રિમ કોર્ટની બેંચમાં આ અરજી ચાલતા વસીમ શિયાની અરજી રદ્દ કરવામાં આવી હતી. આથી સમગ્ર દેશમાં સુન્નિ મુસ્લિમ સમાજમાં હર્ષની લાગણી ફેલાઇ હતી. આથી મુસ્લિમ ધર્મગુરૂને તથા ખાસ કરીને ગુજરાતના કાજી સૈયાદ સલીમબાપુને પણ અનેક લોકોએ મુબારકબાદી પાઠવી હતી.જામનગરમાં લાલબંગલા ચોક ખાતે એડવોકેટ હારૂનભાઇ પલેજા, યુસુફભાઇ કુરેશી, કોર્પોરેટર નુરમામદ પલેજા, એડવોકેટ શકીલ નોયડા, વસીમ કુરેશી, અસગર જંગિયા, આસીફ લાકડાવાલા, નાલબંધ મેમણ, અજીઝ ચાવડા, શબ્બીર ખોડ, સાલેમામદભાઇ, રફીકભાઇ બ્લોચ, મહમદહુશેન મેમણ વિગેરે આગેવાનોએ પરસ્પર મોં મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી હતી અને સુપ્રિમ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો તેમ એડવોકેટ હારૂન પલેજાની યાદીમાં જણાવાયું છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024