મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોનાના દર્દીઓને હોસ્પીટલે પહોચાડતા એમ્બ્યુલન્સ ડ્રાઈવરોને પૈસા આપવા છતા હાઈવેની હોટલોમા એન્ટ્રી આપવામા આનાકાનીથી રોષ જોવા મળ્યો.
News Jamnagar April 19, 2021
મોરબી-તા-૧૯ એપ્રિલ ૨૦૨૧
રિપોર્ટ- રજાક બુખારી- ગોપાલ ઠાકોર
મોરબી કોરોનાના દર્દીઓને હોસ્પીટલે પહોચાડતા એમ્બ્યુલન્સ ડ્રાઈવરોને પૈસા આપવા છતા હાઈવેની હોટલોમા એન્ટ્રી આપવામા આનાકાનીથી રોષ જોવા મળ્યો.
એમ્યુલન્સના ડ્રાઈવરો પોતે બીમાર હોવા છતા બાટલા ચડાવી કોરોના મહામારીમા ફરજ નીભાવી રહયા છે
તાજેતરમા કોરોના બેકાબુ બન્યો છે ત્યારે સરકારી અને પ્રાઈવેટ હોસ્પીટલોમા કોરોનાના દર્દીઓની લાંબી કતારો લાગી છે અને હોસ્પીટલોમા પણ ઓકસીજન અને વેન્ટીલેટરના અભાવના કારણે કોરોના દર્દીઓ મોતને ભેટી રહયા છે ત્યારે ઓકસીજન વેન્ટીલેટર બેડની જરુરીયાત હોય તેવા દર્દીઓને ગુજરાતના અન્ય જીલ્લાની હોસ્પીટલોમા દાખલ થવા મહામુસીબતે બેડની વ્યવસ્થા થતા મોરબીના એમ્યુલન્સના ડ્રાઈવર અને પાઈલોટ રાત દિવસ પોતાની ફરજ નિભાવી રહયા છે ત્યારે મોરબી ક્રિષ્ના હોસ્પીટલના એમ્યુલન્સના ડ્રાઈવર કાસમભાઈ અભરામભાઈ જેડા પોતે રાત દિવસ સતત દર્દીઓ અન્ય જીલ્લામા હોસ્પીટલે પહોચાડવા મહામહેનત કરી રહયા છે અને પોતે અશકત થતા ગલુકોઝના બાટલા ચડાવી ફરીથી દર્દીઓની સેવામા ખડેપગે રહી જાય છે .
ત્યારે આવા સેવાભાવી અને દર્દીઓ માટે ખડેપગે રહેતા એમ્યુલન્સના ડ્રાઈવરો ઈસુબભાઈ અભરામભાઈ જેડા મુનાભાઈ વણકર અનવરભાઈ હાસમભાઈ જામ દીલાવર સીદીકભાઈ ખોડ સહિતના ડ્રાઈવરો જમવાના ટાઈમે હાઈવેની હોટલો પર જમવા જતા હોટલ માલીકો તેને હોટલોમા એન્ટ્રી આપવામા આનાકાની કરી રહયા છે અને હોટલ સંચાલકો દ્રારા એવા સવાલો કરવામા આવી રહયા છે કે તમે કોરોના દર્દીઓની હેરાફેરી કરો છો એટલે જો તમે હોટલમા જમવા આવશો અને અમારા સ્ટાફને કોરોના થશે તો અમારે હોટલ બંધ કરવી પડશે આવા સવાલથી એમ્યુલન્સના ડ્રાઈવરો પાયલોટોમા રોષ જોવા મળ્યો હતો .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024