મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
18 વર્ષથી વધુ વયના યુવાનોનું વેક્સિનેશન અપાશે.કોરોના સામે લડવા માટે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે
News Jamnagar April 19, 2021
ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન માટે વિગતવાર આયોજન કરવા અધિકારીઓને સુચના
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપ્યા
કોર કમિટીની બેઠકમાં યુવાનોના વેક્સિનેશન માટે ચર્ચા વિચારણા કરાઈ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તા. 1લી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપ્યા હતા. કોરોના સામે લડવા માટે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ ઝડપથી આયોજનબદ્ધ રીતે 18 વર્ષથી વધુ વયના યુવાનોનું વેક્સિનેશન શરૂ કરશે એમ તેમણે કહ્યું હતું.
વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની બેઠક બાદ કેન્દ્ર સરકારે નિર્ણય જાહેર કર્યો હતો. ગાંધીનગર ખાતે દરરોજ નિયમિત રીતે યોજાતી કોર કમિટીની બેઠકમાં કેન્દ્ર સરકારના આ નિર્ણય સંદર્ભે તાત્કાલિક વિચારણા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓને 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન માટે તાત્કાલિક વિગતવાર આયોજન કરવાની સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ઝડપથી આ માટેની વ્યવસ્થાઓ કરશે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024