મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના વોર્ડ નં .1માં પાણી નિયમીત આપવા અંગે પૂર્વ કોર્પોરેટર કરી રજુઆત .
News Jamnagar April 20, 2021
જામનગર
જામનગર વોર્ડ નં .૧ના પુર્વ કોર્પોરેટર હુસેનાબેન સંધાર દ્વારા
અનિયમિત પાણી વિતરણ ને લઈ ને જામ્યુકો કમિશનર ને પત્ર લખી રજુઆત કરી. વોર્ડ નો. 1 માં છેલ્લા બે માસથી ત્રણ – ચાર દિવસે પાણી આપવામાં આવે છે . વોર્ડ નં .૧ ના વિસ્તારો જેવા કે બેડી , જોડીયા ભુંગા , માધાપર ભુંગા , દિગ્વીજય સોલ્ટ , ગરીબનગર , પાલ્લાખાણ , ધરારનગર -૧ , વૈશાલીનગર , બેડેશ્વર , એકડેએકવિસ્તાર , હાડકાનું કારખાનું વિગેરેમાં પાણીની તકલીફ છે . હાલમાં કોરોના મહામારીને કારણે સ્વચ્છતા જાળવવા પાણીનો વધુ ઉપયોગ થાય છે . ઉનાળો હોવાથી પાણીનો પીવામાં તેમજ અન્ય વપરાશમાં વધુ ઉપયોગ થાય છે . હાલમાં રમજાન માસ હોવાથી પાણીની જરૂરીયાત રોજીંદી કરતાં વધારે રહે છે .
આવી પરિસ્થિતિમાં પાણીનો ઉપયોગ વધતો જાય છે જયારે પાણી વિતરણ ત્રણ – ચાર દિવસે કરવામાં આવે છે જેને લીધે પાણીની ખુબ જ કટોકટી ઉભી થઈ રહી છે . શહેરમાં અનેક વિસ્તારોમાં નિયમીત પાણી આપવામાં આવે છે અને અમુક વિસ્તારોમાં તો દરરોજ પાણી આપવામાં આવે છે . આવી વિષમ પરિસ્થિતિ પાછળ શું કારણ છે ? શા માટે અમારા વિસ્તારના લોકોને પાણી બાબતે અન્યાય કરવામાં આવે છે .
અમારા વિસ્તારના લોકો કોર્પોરેશનને નિયમિત પાણી અને મિલકતવેરો ભરે છે તો પછી પાણી અનિયમિત શા માટે આપવામાં આવે છે ? રમજાન માસ , ઉનાળાની ઋતુ અને કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ પાણી નિયમિત આપવું ખુબ જ જરૂરી છે .
આ પહેલાં અમો જયારે કોર્પોરેટર તરીકે વોર્ડનં . ૧ માં હતા ત્યારે પાણીના નિયમિત સપ્લાય બાબતે તકેદારી રાખી અને જાગૃતતા દાખવી આ કામગીરી વ્યવસ્થિત કરાવતા હતા જેને લીધે તે સમયમાં નિયમિત પાણી આપવામાં આવતું . કોઈ કારણોસર પાણી આપવામાં અડચણ થાય તો તાત્કાલીક આ બાબતે જવાબદાર અધિકારીશ્રીને ત્રણ કરી આ બાબતે વહેલી તકે યોગ્ય કરવા જણાવતા પરંતુ હાલમાં અમારી જાણમાં પાણીની અનિયમિતતા અંગેની આ બાબત આવતાં અમોને ખુબ જ દુઃખ થયેલ છે . અમો અમારી પૂર્વ કોર્પોરેટર તરીકેની તેમજ અમારા વિસ્તારના લોકોને થતા અન્યાય બાબતે યોગ્ય કરવા રજૂઆત કરેલ છે .
આપશ્રી આ બાબતે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા જવાબદાર અધિકારી તરીકે આદેશ કરશો અને આ સમસ્યાનું નિરાકરણ કરશો તેવી અમોને આશા છે . જો આ બાબતે યોગ્ય સમય મર્યાદામાં કોઈ નકકર કાર્યવાહીનકરવામાં આવી તો અમારા વિસ્તારના લોકોને સાથે રાખી લોકશાહી પરંપરા મુજબ આંદોલન કરવાની ફરજ પડશે . આપશ્રી હાલની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ આ બાબતે વહેલી તકે યોગ્ય કરશો તેવી આશા સાથે આપશ્રીનો આભાર વ્યકત કરું છું .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024