મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાતના તમામ હોસ્પિટલ/નર્સિંગ હોમને કોરોના સારવારની મંજૂરી નો મુખ્યમંત્રી નો નિર્ણય આવકારદાયક
News Jamnagar April 21, 2021
જામનગર
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર
ગુજરાત સરકાર કરેલ ડોક્ટરોના વેતન તથા મેડિકલ ક્ષેત્રે તમામ કર્મચારીના વેતન વધારાને આવકારતું જામનગર શહેર ભાજપ
ગુજરાતના તમામ હોસ્પિટલ/નર્સિંગ હોમને કોરોના સારવારની મંજૂરી નો મુખ્યમંત્રી નો નિર્ણય આવકારદાયક
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા આજે લેવામાં આવેલા નિર્ણય જેમાં ગુજરાતમાં આવેલી કોઇપણ હોસ્પિટલ કે નર્સિંગ હોમ કોરોના ની સારવાર કરી શકશે જે નિર્ણય ખરેખર પ્રજાલક્ષી અને હાલની પરિસ્થિતિ માટે યોગ્ય સમયે લેવાયેલો નિર્ણય છે તેમજ કોરોના ની સારવાર માં રહેલા ડોક્ટર સહિત પેરામેડિકલ સ્ટાફ આઉટસોર્સિંગ સ્ટાફ અને વર્ગ-૪ના કર્મચારીઓને ૨૫થી ૩૦ ટકા જેટલો હંગામી વેતન વધારો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો જેને ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરે આવકાર્યો હતો. આ નિર્ણય ને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આવકારવામાં આવેલ છે.
હાલની પરિસ્થિતિમાં જ્યારે સરકારી તેમજ રજિસ્ટર્ડ કોરોના હોસ્પિટલમાં બેડ ની અછત છે ત્યારે આવા સમયમાં તમામ હોસ્પિટલોમાં સારવાર ની મંજૂરી આપવી એ સમયની તાતી જરૂરિયાત હતી તેમજ પ્રજાની કોરોના કાળ ની જરૂરિયાત પૂર્ણ કરી શકાશે સાથે સાથે જેને આપણે કોરોના ના ફ્રન્ટ વોરિયર કહીએ છીએ એવા ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ ની પણ સેવાને બિરદાવવાનો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે જે પ્રશંસનીય કાર્ય છે.
કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બામણિયા, વિજયસિંહ જેઠવા, મેરામનભાઈ ભાટુ સહિત શહેર સંગઠનના પદાધિકારીઓ, હોદેદારો, મહિલા મોરચા, યુવા મોરચા, અનુ. મોરચા, કિશન મોરચા સહિત વોર્ડ સમિતિના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ દ્વારા આવકારવામાં આવેલ. ભાજપ મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર ની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025