મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
9000 માં બેડના કાળાબજાર કરનાર 2 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા.
News Jamnagar April 22, 2021
રાજકોટ
કોરોના વાયરસની મહામારી સમયે સરકારી હોસ્પીટલ ખાતે આવતા દર્દીને તાત્કાલીક બેડ અપાવી દેવાનું જણાવી રૂ .૯,૦૦૦ / – પડાવતા બે તકવાદી ઇસમોને રાઉન્ડઅપ કરતી રાજકોટ શહેર પોલીસ હાલમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ હોય અને જેથી રાજકોટ સરકારી હોસ્પીટલ તથા અન્ય હોસ્પીટલ ખાતે લેભાગુ તત્વો દ્વારા મહામારી સમયે કોઇ ગેરલાભ ઉઠાવવામાં ન આવે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ નબને તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ , સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ , નાયબ પોલીસ કમિશ્નરશ્રી પ્રવિણકુમાર મીણા સાહેબ ઝોન -૧ દ્વારા સરકારી હોસ્પીટલ તથા અન્ય હોસ્પીટલ આજુ – બાજુમા સતત ખાનગીરીતે વોચ રાખી તેમજ માહિતી મેળવી તપાસમાં રહેવા અને કાંઇ ગેરકાયદેસર મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે સુચના અન્વયે મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી . વી . બસીયા સાહેબ તથા ક્રાઇમ બ્રાન્ચ પો . ઇન્સ . વી . કે . ગઢવી નાઓએ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને સરકારી હોસ્પીટલ તથા અન્ય ખાનગી હોસ્પીટલો આજુ બાજુમાં સતત ખાનગીમા વોચ રાખવા રહેવા તથા માહિતી મેળવવા માર્ગદર્શન આપવામાં આવેલ .
હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબજ વધવા પામેલ હોય જે સમયે સરકારી હોસ્પીટલ તથા ખાનગી હોસ્પીટલો ખાતે બેડ ફુલ થયેલ છે અને દર્દીના સગા જેઓ દર્દીને સારવારમાં દાખલ કરવા અલગ અલગ હોસ્પીટલના ધક્કાખાતા હોય છે અને જે દરમ્યાન તકવાદી ઇસમો દ્વારા તેનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે તેવો કિસ્સો રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે આવેલ દર્દીના સગા સાથે બે ઇસમો દ્વારા તાત્કાલીક સરકારી હોસ્પીટલમાં બેડ અપાવી દેવા અને તેના બદલામાં રૂ .૯,૦૦૦ / – લઇ બેડની વ્યવસ્થા કરી આપતા હોય જેનો વીડિયો વાયરલ થયેલ હોય.
જે બાબતે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ દ્વારા સદરહુ વીડિયોમાં જોવામાં આવતા તકવાદી બે ઇસમોની તાત્કાલીક તપાસ કરી પકડી પાડવા સુચના કરવામાં આવેલ જેઓ સાહેબની સુચના અન્વયે મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર પી . કે . દીયોરા સાહેબ પશ્ચિમ વિભાગ , તથા ક્રાઇમ બ્રાન્ચ પો . ઇન્સ . વી . કે . ગઢવી તથા પ્રદ્યુમનનગર પો.સ્ટે . પો . ઇન્સ . એલ.એલ.ચાવડા ના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા પ્રદ્યુમનનગર પો.સ્ટે . ની અલગ અલગ ટીમો બનાવી અને વીડિયોમાં જોવામાં આવતા તકવાદી બે ઇસમોને પકડી પાડવા તજવીજ કરવામા આવેલ હતી જે દરમ્યાન વીડિયોમાં જોવામાં આવતા બે ઇસમો બાબતે ખાનગીરાહે તપાસ કરતા જે બન્ને ઇસમો જગદીશ ભરતભાઇ સોલંકી તથા હિતેષભાઇ ગોવિંદભાઇ મહીડા નાઓ હોવાનું જણાય આવેલ અને તેઓ જામનગર ખાતે હોવાનું જણાય આવતા જેઓને જામનગર ખાતેથી રાઉન્ડઅપ કરવામાં આવેલ છે .
રાઉન્ડઅપ કરવામાં આવેલ ઇસમ – ( ૧ ) જગદીશભાઇ ભરતભાઇ સોલંકી ઉવ .૨૦ ધંધો રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે એટેન્ડન્સ તરીકે નોકરી , રહે . આમરા ગામ તા.જી. જામનગર હાલ રહે . હર્ષદમીલની ચાલી મહાવીરનગર શેરી નં -૬ . જામનગર ( ૨ ) હિતેષભાઇ ગોવિંદભાઇ મહીડા ઉવ .૧૮ ધંધો રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે સફાઇ કામદાર તરીકે નોકરી રહે . લલીયા તથીયા ગામ તા.ખંભાળીયા જી . દેવભુમી દ્વારકા હાલ રહે . હર્ષદમીલની ચાલી નીલકંઠ નગર શેરી નં -૩ જામનગર ઉપરોકત બન્ને ઇસમોને હાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા પ્રદ્યુમનનગર પો.સ્ટે . દ્વારા રાઉન્ડઅપ કરવામા આવેલ છે અને તેઓની વધુ પુછપરછ ચાલુમા છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024